SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૫ ર્યોર્જ ત્રીજાના પ્રયત્નોને લીધે એ ખરડે અમીરોની સભાએ ઉડાવી દીધે. આથી નોર્થ અને ફોસનું સંયુક્ત મંત્રીમંડળ વીખરાઈ ગયું, અને નાનો પિટ્ટ મુખ્ય મંત્રી બન્ય, ઈ. સ. ૧૭૮૪. ફીકસ સ્વતંત્રતાને ચાહતો હતે. ફાસની રાજ્યક્રાન્તિસમયે તેણે ઉચ્ચાર્યું હતું કે–દુનિયામાં કેટલે બધે મહત્વનો બનાવ બન્યો છે, અને તે પણ કેટલે બધે ઉત્તમ! આ શબ્દો કચડાતી પ્રજા પ્રત્યે તેની હાર્દિકે સહાનુભૂતિના નમુનારૂપ છે. ઈ. સ. ૧૭૯૭માં ફકસ પાર્લમેન્ટમાંથી નિવૃત્ત થયા. ત્યારપછી ઈ. સ. ૧૭૯૭થી ૧૮૦૨ સુધીને સમય તેણે જેમ્સ બીજાના રાજ્યને ઈતિહાસ લખવામાં ગાળ્યો. એમીન્સની સંધિ પછી તેણે ફ્રાન્સમાં મુસાફરી પણ કરી હતી, અને જગવિખ્યાત નેપોલિયનના સમાગમમાં પણ તે આવ્યો હતો. નેપોલિયને પણ આ બાહોશ અને દૂરદેશી મુત્સદ્દીની પ્રશંસા કરી હતી.. આ કાબેલ રાજદ્વારી પુરુષ અને ઉત્તમ વક્તા ઇ. સ. ૧૮૦૬ના સપ્ટેમ્બરની ૧૩મી તારીખે મરણ પામે. બર્કના શબ્દોમાં કહીએ તો“ફેકસ દુનિયામાં થઈ ગએલા ઉત્તમ વક્તાઓમાં ઘણજ તેજસ્વી વક્તા હતે.” , જેમ્સ ગુફઃ (ઈ. સ. ૧૭૨૭–૧૭૫૯) જેમ્સ વુલ્ફ પંદર વર્ષની નાની વયે સૈન્યમાં જોડાયા હતા. તેણે પ્રથમ ડેટિંજનની લડાઈમાં પિતાની શક્તિને સારો પરિચય કરાવ્યો. ત્યારપછી તેણે બીજી લડાઈઓમાં સાહસ અને વીરતાભર્યો ભાગ લઈ “યુવાન સૈનિક તરીકે નામના મેળવી. સસવાર્ષિક વિગ્રહ દરમિઆન અમેરિકામાં અંગ્રેજોની હાર થયાના સમાચાર મળે જતા હતા, ત્યારે પિટ્ટની નજર આ યુવાન સેનાપતિ પર પડી. તે જ વખતે પિદે તેને ૯,૦૦૦ માણસો આપી ક્વિબેક સર કરવા મોકલ્યો. અનેક સંકટો અને મુસીબતમાં પણ આ વીર સેનાપતિએ એક રાત્રે સેન્ટ લોરેન્સ નદીને કિનારે અબ્રાહમની ટેકરીઓ ઓળંગી પિતાનું લશ્કર કિવબેકની સામે ઉતાર્યું. કે તે આ સાહસ જોઈ છક થઈ ગયા; પણ ફ્રેન્ચ સેનાપતિ મોન્ટકામ કંઈ ગાંજો જાય તેવો ન હતો. તેણે અંગ્રેજ સૈન્ય સાથે લડાઈ શરૂ કરી. અંગ્રેજ સૈન્ય ઘણીજ બહાદુરી બતાવી, અને વિજય મેળવ્યું. પરંતુ વિજયને ભેગ કંઈ નાનેસને ન હતોઅંગ્રેજ સેનાપતિ વુલ્ફ માર્યો ગયો હતો ! અજાયબ
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy