SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ ફૈઝપુર ખાતે ભરાએલી હિંદી મહાસભાએ આ બંધારણને વિરોધ કર્યો હતો, અને સ્પષ્ટ જાહેર કર્યું હતું કે હિંદનું બંધારણ હિંદી પ્રજાની લેકપ્રતિનિધિ સભાએજ ઘડવું જોઈએ. વળી ગવર્નરેની ખાસ સત્તાઓ, ખાસ જવાબદારીઓ અને સલામતીઓથી ભરપુર બંધારણ પ્રત્યે પ્રજામાં અસંતોષ ઉત્પન્ન થયા છે. નવા બંધારણ પ્રત્યે લોકલાગણી વિરુદ્ધ હોવા છતાં પણ મહાસભાના આગેવાનોએ પલટાએલા સંજોગોને ધ્યાનમાં લઈને અને ધારામંદિરના બહિષ્કાર કરતાં ધારામંદિરમાં રહીને લડત ચલાવવાનું પ્રજાકીય દૃષ્ટિએ હિતકારક જણાયાથી મહાસભાએ ધારામંદિરની બેઠક માટે ઉમેદવારે બહાર પાડયા હતા; અને તે મુજબ મુંબઈ, મદ્રાસ, યુક્ત પ્રાત, મધ્ય પ્રાંતે, બિહાર, ઓરિસ્સા અને વાયવ્ય સરહદના પ્રાંતમાં મહાસભાવાદીએ બહુમતીમાં ચુંટાઈ આવ્યા હતા. ત્યારપછી હોદ્દાસ્વીકારને પ્રશ્ન ઉપસ્થિત થયે. મહાત્માજીએ અવસર જોઈને નવા બંધારણની કાર્યપદ્ધતિ કેટલે અંશે ફળીભૂત થાય છે તેને સંપૂર્ણ અખતરે કરવા, તથા તેની પિકળતા સ્પષ્ટ કરી બતાવવા હોદ્દા સ્વીકારવાની મંજુરી આપી, અને એ મુજબ સાત પ્રાંતમાં કોગ્રેસ પ્રધાનમંડળો રચાયાં છે. જ્યાં જ્યાં ગવર્નરેએ પ્રધાનમંડળોના કામમાં માથું માર્યું નથી, ત્યાં ત્યાં કાર્ય સરળપણે ચાલ્યું છે; પણ હમણાં યુક્ત પ્રાંતમાં અને બિહારમાં મતભેદને લીધે પ્રધાનમંડળે રાજીનામું આપ્યું છે. કામી ઝગડાનું નિરાકરણ હજુ સુધી આવ્યું નથી. મુસ્લીમ લીગે મહાસભાને વિરોધ આદર્યો છે. આવા ઝગડાઓ રાષ્ટ્રની એકતા માટે હાનિકારક ગણાય છે. જાપાન: ઓગણીસમી સદીમાં એક વખતે એક નાનકડા અમેરિકન નૌકાસૈન્ય જાપાનના કિનારા પર જાપાનીઝ સૈન્યને હરાવ્યું. ત્યારથી જાપાનના પ્રત્યેક નાગરિકમાં સ્વદેશાભિમાનની લાગણી ઉછળી આવી, અને જાપાને પાશ્ચાત્ય પદ્ધતિએ પ્રજાને તાલીમ આપવાનો નિશ્ચય કર્યો. જાપાનની સરકારે પોતાના ઉગતા વિદ્યાર્થીઓ ઈગ્લેન્ડ, જર્મની, અમેરિકા વગેરે સ્થળોએ મેકલી પાશ્ચાત્ય કેળવણીને પ્રચાર કરવા માંડ્યો. તેણે જર્મન સૈનિકોને રેકી સૈન્ય તૈયાર કર્યું, અને આર્થિક મદદ આપી વ્યાપાર ખીલવ્યો
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy