SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ જાપાને પહેલવહેલાં ૧૯૦૪-૫માં રશિઆને હરાવી યુરોપની મદમસ્ત સત્તાઓને બતાવી આપ્યું, કે પૂર્વમાં પણ તેમની સાથે સ્પર્ધા કરી શકે તેવી એક શક્તિ છે. આ રીતે જાપાને આંતરરાષ્ટ્રીય કીર્તિ પણ પ્રાપ્ત કરી. જાપાનમાં જેમ કેળવણીને પ્રચાર વધ્યો, અને વ્યાપાર ખીલ્યો, તેમ વસ્તી પણ વધતી જ ગઈ. અત્યારે જાપાનને વસ્તીને મોટામાં મોટો પ્રશ્ન મંઝવે છે. જાપાનનું ક્ષેત્રફળ ઘણું થોડું છે, જ્યારે વસ્તી લગભગ ૭ કરોડ જેટલી છે. બીજી બાજુ જાપાન પિતાને જોઈતું અન્ન પિતાની જ ભૂમિમાંથી ઉત્પન્ન કરી શકતું નથી. વળી વ્યાપાર ખીલે ત્યારે તેને માટે કાચા પદાર્થો મેળવવાનું સ્થળ અને પાકે માલ વેચવાનું બજાર પણ જોઈએજ ને? આથી જાપાનને સામ્રાજ્ય જોઈએ છે, કે જ્યાં જાપાનની વધતી જતી વસ્તી રહી શકે, કાચા માલ ઉત્પન્ન કરી શકાય, અને પાકે માલ વેચી શકાય. આને માટે સારામાં સારો માર્ગ એ છે કે જાપાને પિતાનું જન્મ પ્રમાણ ઘટાડવું પણ જાપાન હજી સંસ્કૃતિની એટલી ઉચ્ચ કક્ષાએ પહોંચ્યું નથી. આથી જ જાપાનને લશ્કરી સહાયથી સામ્રાજ્ય વિસ્તારવાની આવશ્યક્તા જણાઈ છે. જાપાન બે બાજુ સામ્રાજ્ય વિસ્તારી શકે તેમ છે. એક બાજુ પશ્ચિમમાં ચીન અગર સાઈબિરિઆ તરફ; બીજી બાજુ દક્ષિણમાં ફિલિપાઈનના ટાપુઓ અગર ઑસ્ટ્રેલિઆ તરફ. આમાં જાપાને ચીનને પસંદ કર્યું છે કારણ કે જે સાઈબિરિઆ તરફ વધે તે શિઆ જે સોવિયટ સત્તા હેઠળ એક પ્રબળ રાજ્ય બન્યું છે, તેની સાથે ચકમક ઝરે. ફિલિપાઈન તરફ આંગળી ચીંધે તો અમેરિકા, અને એંસ્ટ્રેલિઆ તરફ દૃષ્ટિ ફેકે તે બ્રિટનની સાથે મહાન વિગ્રહમાં ઉતરવું પડે. આ બધા સંજોગોને બુદ્ધિપૂર્વક વિચાર કરીને તે એગ્ય દિશામાં પગલાં માંડે છે. - ચીન તરફ વધવાનાં બીજાં કારણો પણ છે. ચીન જાપાનને ખૂબ નજીક પડે છે. તેની આબેહવા જાપાનને મળતી છે. વળી ચીનની વિશાળતા, અણખેડાયેલી સમૃદ્ધિ (Potential richness) અને અસ્થાયી રાજ્ય વગેરે કારણે પણ છે. આથી ચીન તરફજ જાપાન મીટ માંડી રહ્યું છે. - ચીનને ઇતિહાસ ધર્મશાળાના ઈતિહાસ જેવો છે. ત્યાં કેટલાંક સૈકાથી બ્રિટિશ, રશિઅન, જર્મન, કેન્સ, અમેરિકન વગેરે પાશ્ચાત્ય સત્તાઓ પિતાના અા જમાવી બેઠી હતી, એટલે જ્યારે જ્યારે જાપાનને ચીન સાથે યુદ્ધમાં
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy