SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૬ પણ હવે ઈટલી તરફનું તેનું વલણ બગડતું જાય છે. ઈટલી નાણાં ન આપે તા તે એકાલેાવેકીઆને બારણે ઉભું રહે તે તેની ના નહિ. બલ્ગેરીઆ હંગરીની માફક જીની સંધિમાં સુધારા કરવા માગે છે. તેની પરદેશનીતિમાં તે યુગેસ્લેવીઆ તરફ નજર માંડી રહ્યું છે. પોર્ટુગલ સ્પેનની સત્તામાંથી ખસી ગયું છે, અને સ્વતંત્ર બન્યું છે. તેને પરિણામે ઉભી થએલી રાજકીય પરિ સ્થિતિને અંગે સ્પેનમાં આંતરવિગ્રહ ફાટી નીકળ્યા છે. ઇ. સ. ૧૯૨૨થી ગ્રીસ સાથેની લડાઈ પછી ટર્કી મુસ્તફા કમાલપાશાની આગેવાની નીચે બળવાન બન્યું છે. કમાલે આંતરિક વિકાસ સાધવાને ભગીરથ પ્રયત્ન કર્યા છે. તેણે વેપારવૃદ્ધિ માટે સેક્સન અંદરથી કાળા સમુદ્રના મસિના બંદર સુધી ટ્રાન્સ એનેટાલીઅન રેલવે બાંધી છે. વળી એક ખીજી મેાટી રેલવે અંગારાથી રશિઆના છેડા સુધી બાંધી છે. લડાઈ પછી શિઆ સાથે તેણે મૈત્રી રાખી છે. હમણાં તેણે જીનું વૈર ભૂલી જઈ ગ્રીસ સાથે પણ મૈત્રી આવી છે. રશિઃ સેવિયટ સત્તા નીચે વિકસતું રશિઆ આજે દુનિયાનાં મહાન રાજ્યામાં એક ગણાય છે. લડાઈ પહેલાં રશિઆની પ્રજા ખેડુત હતી, પણ સેવિયટ સરકારે તેમાં મોટા ફેરફારો કરી દીધા છે. તેમની પંચવાર્ષિક યેાજના દુનિયાના ઇતિહાસમાં અજોડ છે. આવા મેટા પ્રમાણમાં રાષ્ટ્રની ઉન્નતિને માટે પ્રયત્ન કરતા વિશાળ દેશને કુદરતે પણ સારી અનુકૂળતા આપી છે. તેમાં ખનીજો પણ પુષ્કળ છે, એટલે ઉદ્યોગા પણ આગળ પતા જાય છે. ટ્રાન્સ સાઈબિરિઅન રેલવે દેશના એક છેડાથી બીજા છેડા સુધી બંધાએલી હાવાથી આંતરિક વેપારને વેગ મળ્યા છે. ફ્રાન્સ અને રશિ વચ્ચે મૈત્રી છે. તેને એક છેડે જર્મની તરફથી ભય છે, અને બીજે છેડે જાપાન તરફથી ભય છે; પણ તેમની સામે આત્મરક્ષણ માટે રશિઆ પાસે લશ્કરની ભારે તૈયારી છે. હિંદુસ્તાનઃ ઇ. સ. ૧૯૩૫ના કાયદાનું નવું બંધારણ પ્રાંતોમાં દાખલ થઈ ગયું છે. હિંદના ૧૧ પ્રાંતામાં પ્રાંતિક સ્વરાજ્ય (Provincial Autonomy)ને પ્રારંભ ૧૯૩૭ના એપ્રિલની ૧લી તારીખથી થઈ ગયા છે. મેાન્ટ— સુધારાએ સાંપેલા દ્વિમુખી રાજ્યતંત્ર (Diarchy)ને હવે અંત આવ્યા છે. હવેથી પ્રાંતિક વહીવટમાં વધુ જવાબદારી હિંદીઓને સોંપવામાં આવી છે.
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy