SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ -૪૦ ભરવાનું અને તેનું નામનું વર્ચસ્વ સ્વીકારવાનું ચાલુ રહેવા છતાં મિસરનો સંરક્ષણને અર્થે રાખવામાં આવેલું અંગ્રેજી સૈન્ય, મિસરનો આર્થિક વહીવટ અને વ્યવહાર, એ સર્વ અંગ્રેજ કેન્સલ જનરલ હૈ ક્રેમરની ઈચ્છા પ્રમાણે ચાલવા લાગ્યાં. તે ભલા મુત્સદ્દીએ દેશમાંથી અવ્યવસ્થા દૂર કરી ન્યાય, શિક્ષણ, અને કૃષિમાં યોગ્ય સુધારા કરી દેશની સમૃદ્ધિ વધારવાના ઉપાય યોજી નવીન યુગને આરંભ કર્યો. આથી તે “ અર્વાચીન મિસરને વિધાતા” કહેવાય છે તે યોગ્ય છે. બીજે સુદાનવિગ્રહર આમ અંગ્રેજોની દેખરેખ નીચે દેશને વહીવટ આવતાં તેમણે અર્વાચીન પદ્ધતિ પ્રમાણે મિસરી સૈન્યને તાલીમ આપવા માંડી. આવા કસાએલા સૈન્યની સહાયથી મહાદી પછી ગાદીએ આવેલા ખલિફા પાસેથી સુદાન ફરીથી જીતી લેવાનો નિર્ણય કરવામાં આવ્ય, ઈ. સ. ૧૮૯૬. લોર્ડ કિચનર જેવા કુનેહબાજ દ્ધાને અંગ્રેજ અને મિસરી સૈન્યની સરદારી આપવામાં આવી. તેણે ઈ. સ. ૧૮૯૮માં એમદુરમાનના યુદ્ધમાં ખલિકાના સૈન્યને સખત હાર ખવરાવી ખાર્તુમ કબજે કર્યું. ત્યાર પછી સુદાન અંગ્રેજ અને મિસરના સંયુક્ત અમલ નીચે આવ્યું. અર્વાચીન મિસર છેલ્લા યુરેપી મહાવિગ્રહમાં ખેદિ તુર્કસ્તાનને પક્ષ લીધે, એટલે ઈલેન્ડ જાહેર કર્યું, કે મિસર તુર્કસ્તાનથી છેક સ્વતંત્ર છે, અને તે અમારું સંરક્ષિત રાજ્ય છે, ઈ. સ. ૧૯૧૪. વિગ્રહની સમાપ્તિ પછી ઈગ્લેન્ડે એ દેશને સ્વરાજ્ય આપવાનો નિર્ણય કર્યો, ઈ. સ. ૧૯૨૨. હવે માત્ર કેપ-કેરે રેલવે અને સુએઝની નહેરનું હિત સચવાય તેવા પ્રદેશે અંગ્રેજોના અધિકારમાં રાખવાનું ઠરાવ કરવામાં આવ્યો છે. મહાયુદ્ધની સમાપ્તિ પછી મિસરનું સ્વાતંત્ર્ય સ્વીકારવામાં આવ્યું; માત્ર અંગ્રેજોને મિસર ઉપર નામનો કાબુ છે. તેઓ મિસરની પરરાજ્યો સાથેની નીતિ ઉપર તથા ૧. ઈંગ્લેન્ડને પૂર્વના બીજા પ્રદેશો જુદે જુદે સમયે મળ્યા છે. ૧૯મા સૈકાના આરંભમાં મલાકા અને સિંગાપુર મળ્યાં. ઈ. સ. ૧૮૭૦-૧૮૯૬ના અરસામાં મલાયા સ્ટેટ્સ પર અંગ્રેજ અધિકાર સ્થપાય. ઈ. સ. ૧૮૮૮માં નૈર્થ બેનિઓ અને સેવક અંગ્રેજોની દેખરેખ નીચે આવ્યાં. ઈ. સ. ૧૮૭૪માં ફિજીદ્વીપ અને પેસિફિકમાંના અસંખ્ય નાના ટાપુઓ મળ્યા. ચા. - - - -
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy