SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૩ સ્વરાજ્ય આપવાનું કાર્ય એસ્કિવથે આવ્યું. ઈ. સ. ૧૯૧૨માં તે માટે આમની સભામાં કાયદે પસાર થયે, પણ અમીરેએ પ્રજાની રૂખ જાણ્યા વિના નવીન પગલું ભરવાનું અશકય ઠરાવી તે અમાન્ય કર્યો. ઇ. સ. ૧૯૧૪માં પણ એનું એજ થયું. ત્રીજી વારનું વાચન કરી કાયદો પસાર કરવામાં આબે, પણ એક નવો અણક વિરોધ ઉત્પન્ન થયે. અસ્ટરવાસીઓએ એડવર્ડ કાર્સનના નેતૃત્વ નીચે ડબ્લિનની પાર્લમેન્ટમાં બેસવાની ના પાડી. તેણે સ્વયંસેવક તૈયાર કરી તેમને શસ્ત્રવિદ્યાનું જ્ઞાન આપવા માંડયું, અને કવાયત શીખવવા માંડી. એથી આયર્લેન્ડમાં આંતર વિગ્રહ ઉભો થવાને સંભવ જણાયે, પણ તે દરમિઆન યુરેપની મહાભયંકર યાદવાસ્થળીને આરંભ થયે. પ્રકરણ ૧૧મું ઇંગ્લેન્ડની પરારાજ્ય નીતિઃ ઇ. સ. ૧૮૧૫-૧૯૧૪ - વૅટર્લના યુદ્ધમાં જય મેળવ્યાથી ઇંગ્લેન્ડની પ્રતિષ્ઠા વધી. જે સમયે સમગ્ર યુરેપ ખંડ નેપલિયનના ત્રાસથી કંપી ઊઠે, તે સમયે ઈંગ્લેન્ડ તેની સામે મૂકી રહ્યું. નેપોલિયનને હરાવવામાં ઈગ્લેન્ડની મહેનત ઘણી હતી, તેથી મિત્રરા ફ્રાન્સની રાજ્યક્રાતિ શમાવી દેવા સમર્થ થયાં, અને તેના જશને મેટો ભાગ ઈંગ્લેન્ડને મળ્યો. ત્રીસ વર્ષના મહાયુદ્ધને અંતે ઈલેન્ડનું સામુદ્રિક બળ એવું અતુલ થઈ રહ્યું, કે સો વર્ષ સુધી તેના નૌકાસૈન્યની સામે જોવાની કે રાજ્યની હામ ચાલી નહિ. તેને નવા મુલકે મળ્યા, અને ઑસ્ટ્રેલિઆ, કેનેડા, અને દક્ષિણ આફ્રિકાનાં સંસ્થાને વિકાસ થવા લાગ્યા. આમ તેનું સામ્રાજ્ય વિસ્તાર પામવા લાગ્યું, અને તેને વેપાર વધવા લાગ્યો. યુરોપનાં બંદરોમાં - સંખ્યાબંધ અંગ્રેજી વહાણ માલ ભરીને જવા લાગ્યાં. વળી હિંદુસ્તાન, ચીન, વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ અમેરિકા સુધી માલની આવજા થવા લાગી. હવે જગદ્રવ્યાપી વેપાર સુરક્ષિત રાખવાની ચિંતા ઈગ્લેન્ડના રાજદ્વારીઓને શિરે આવી. તેમને ઈંગ્લેન્ડને વેપાર ટકાવી રાખવા માટે યુરેપનાં તમામ અગત્યનાં
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy