SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૪ નાકાં જાળવવાની જરૂર લાગી. જે સાવધાનીથી તેઓ આયલેન્ડના કિનારાની તપાસ રાખતા, તેજ સાવધાનીથી ઉત્તર સમુદ્રના મુખરૂપ બેલ્જયમ ઉપર તેમની નજર મંડાઈ બ્રાઝિલ અને કેપ જવાના માર્ગ માટે તથા જીબ્રાલ્ટરના રક્ષણ માટે લિઅન અગત્યનું દરિઆઈ મથક હતું; તેમજ પેન મેક્કો ઉપર આધિપત્યનો દા ધરાવતું હતું, એટલે ભૂમધ્ય સમુદ્રમાં તેની વગ હતી, નેપલ્સ સાંકડા સમુદ્રમાર્ગોની કુંચી જેવું હતું, ઍક્ટ્રિઆ પૂર્વ ભૂમધ્યના વેપારનું મથક હતું, સિરિઆ અને મિસરના અધિરાજ તરીકે ઈરાની અખાત અને રાતા સમુદ્રના જળમાર્ગો ઉપર તુર્કસ્તાન સત્તા ધરાવતું હતું, અને હિંદુસ્તાન જોડેને વેપાર રાતા સમુદ્રમાં થઈ ભૂમધ્ય સમુદ્રને માર્ગે ચાલતો હતે. ઔદ્યોગિક પરિવર્તનથી ઉભાં થએલાં અનેક કારખાનાને માલ પરદેશના બજારમાં પહોંચાડી, ત્યાંથી કા માલ અને અનાજ લાવવા માટે ઈગ્લેન્ડને નવાં બજારે શોધવાની જરૂર પડવા લાગી, અને પરદેશ જવાને માર્ગ યુરેપ ખંડના સમુદ્રોમાં થઈને હતા. આથી આત્મસંરક્ષણ અને સ્વહિતની ખાતર ઈગ્લેન્ડે તટસ્થ નીતિ તજી યુરેપના રાજદ્વારી મામલામાં ભાગ લેવાનો નિશ્ચય કર્યો. ઓગણીસમા સૈકાના આરંભમાં યુરોપમાં અસાધારણ અવ્યવસ્થા પ્રસરી રહી. રાયે છિન્નભિન્ન થઈ ગયાં, જુની સીમાઓ લપાઈ ગઈ સિંહાસને સૂનાં પડ્યાં, અને અનેક રાજાઓ રઝળતા થઈ ગયા. દરમિઆન ઈ. સ. ૧૮૧૫માં વિનાની પરિષદે ત્રીસ વર્ષના વિગ્રહને અંત આણવાનો પ્રયત્ન કર્યો. તેણે રાજ્યની સીમાઓ નક્કી કરી, ઘણાં રાજ્યોને રાજ્યબંધારણ ઘડી આપ્યું, અને યુરોપમાં શાતિ આણવાની મહેનત કરી. પેરિસની બીજી સંધિથી ફ્રાન્સ જોડે સલાહ થઈ, પણ ખરે વિકટ પ્રશ્ન તે પછી ઉભો થયો. પરિષદે જે સમાધાન અને જે નિર્ણ કર્યા હતા, તેને ટકાવી રાખવા અને તેને યોગ્ય અમલ થાય છે કે નહિ તે જેવા, અને ભવિષ્યમાં આવા જબરા વિગ્રહ ન જાગે તે માટે શા ઉપાય લેવા, એ મહત્ત્વને પ્રશ્ન હતો. ઇ. સ. ૧૮૧૫થી ૧૮૨૨ સુધી ઈલેન્ડનો પરદેશ ખાતાને પ્રધાન કેસલરીધ હતો. તેણે વિએનાની પરિષદમાં સર્વ રાજ્યો વચ્ચે સમાધાન કરાવી યુરોપમાં શાતિ આણવાના પ્રયત્નો માટે તનતેડ શ્રમ કર્યો. તે માનતે હતો કે સુરેપની શાન્તિ જાળવવાનું કાર્ય અને ધર્મ વિજેતા રાજ્યને છે. જે
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy