SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૨ પસાર થયું, એટલે અમીરેની સત્તા ઉપર જબરે કાપ પડશે. આ વખતે આર્થિક બાબતોના ખરડામાં ફેરફાફાર કરવાની કે તે અમાન્ય કરવાની - અમીરની સત્તા લઈ લેવામાં આવી. બીજા વિષયમાં એવું કર્યું કે કોઈ પણ ખરડે ફેરફાર વિના આમની સભામાં બે વર્ષે ઉત્તરોત્તર ત્રણ વાર પસાર થાય, તે તેને અમીરે સંમતિ મળે કે નહિ, છતાં તેને રાજસંમતિ મળતાં, કાયદો થઈ શકે. આ ઉપરાંત ઈ. સ. ૧૭૧૬ના સપ્તવાર્ષિક કાયદામાં ફેરફાર કરી પાર્લમેન્ટનો સમય પાંચ વર્ષને ઠરાવવામાં આવ્યું. આજ વર્ષમાં પાર્લમેન્ટના સભ્યને ૪૦૦ પૉન્ડનું વર્ષાસન આપવાની કષાધિકારી હૈઈડ ર્જ્યોર્જ વ્યવસ્થા કરી, અને એટલેથી તેણે હક પ્રાર્થીઓ (Chartists) ના એક સ્વપને સિદ્ધ કર્યું. ૧ પાર્લમેન્ટને કાયદો પસાર કરવામાં આયરિશ સભ્યોની એકધારી સહાયથી ચડેલે ઉપકાર વાળવાની મુખ્ય પ્રધાનની વૃત્તિ પ્રબળ થઈ. આમની સભાની પ્રતિષ્ઠા સ્થાપ્યા પછી લિબરલ પક્ષના ઋણ સમાં આયર્લન્ડને ૧. લિબરલ પક્ષે મજુરોના હિતાર્થે કાયદા કર્યા, છતાં તેમને અસંતોષ નિર્મૂળ થયો ન હતો. તેમને કામના કલાક ઓછા કરાવી વધારે રેજી લેવી હતી, ' અને તેમના મજુરસંઘનો સ્વીકાર કરાવો હતો. તેઓ હડતાલ પાડતા; ધીમે ધીમે એક ધંધાના મજુરે પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવા બીજા ધંધાના મજુરો પણ તેમાં ભળવા લાગ્યા. ઈ. સ. ૧૯૧૧માં ખલાસીઓ, ગાડીવાળાઓ, અને ગોદામવાળાઓએ સંપ કરી દેશમાં એટલે સુધી સંકટ ઉત્પન્ન કર્યું, કે બાળકો માટે દૂધ મળવું દુર્લભ થઈ પડ્યું. તે જ વર્ષમાં રેલવેના મજુરોએ જબરી હડતાલ પાડી. ઈ. સ. ૧૯૧૨માં કોલસાની ખાણવાળાઓએ સંપ કરી હડતાલ પાડી, એટલે લોખંડ-પોલાદનાં કારખાનાંને. અને દેશના બીજા ઉદ્યોગને સખત ફટકો લાગ્યો. આખરે સરકારને મધ્યસ્થ બની અરેની માગણી સંતોષવી પડી. એસ્કિવથના અમલ દરમિઆન મજુરના લાભાર્થે બે અગત્યના કાયદા થયા. ઇ. સ. ૧૯૧૧માં ‘નેશનલ ઈસ્યુરન્સીને કાયદો પસાર થવાથી પ્રત્યેક સ્ત્રી કે પુરુષ કામદારને ૩-૪ પિન્સ જેવી રકમ ભરવાના બદલામાં વૈદકીય સલાહ મફત મળે છે, અને મદવાડના સમયમાં અઠવાડીએ ૧૦ શિલિંગ જેટલો પગાર મળે છે. બીજે કાયદે બેકાર મજુરને કામે લગાડવા બાબતને હતા.
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy