SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૨ જોઈ એ.૧ તેમણે પ્રશ્ન ઉઠાવ્યા, કે અમેરિકામાં રહેલા ગુલામાને બંધનમુક્ત કરવાના અખૂટ પ્રયાસેા કરનાર ઇંગ્લેન્ડમાંજ અનેક બાળકા ગુલામે કરતાં વધારે દુ:ખી જીવન ગાળે, તે સરકાર કેમ જોઈ રહે છે? અર્લ આવ્ શેફટમ્બરી નામે સહૃદય અમીરે ખાણા અને કારખાનાંમાં ફરી મજુરાની દશાની બારીક તપાસ કરી. ઇ. સ. ૧૮૩૩માં તેણે પાર્લમેન્ટમાં કારખાનાંને કાયદો આણ્યા, અને કામના કલાકા ઠરાવ્યા, એટલે તે સરકાર પણ સચેત થઈ; કારખાનાંના ખીજા કાયદા પસાર કરી મજુરાની સ્થિતિ સુધારવાની માલિકાને તેણે ફરજ પાડવા માંડી. આવા કાયદાથી (૧) કામના કલાકા નક્કી કરવામાં આવ્યા, (૨) કારખાનાંમાં કામ કરવા માટે બાળકાની વય ઠરાવવામાં આવી, (૩) કારખાનાંની હવા, પ્રકાશ, ઠંડી, ઉષ્મા આદિ આરાગ્ય વિષેની સ્થિતિ સંબંધી નિર્ણય કરવામાં આવ્યા, અને (૪) અકસ્માત્ કે મંદવાડના સમયમાં મજુરાની અવદશા ન થઈ જાય, તેવા અગમચેતીના ઉપાયેા લેવાનું ઠરાવવામાં આવ્યું. આ ઉપરાંત મજુરસંવેને કાયદેસર સ્વીકાર કરવામાં આવ્યે; વીસમી સદીમાં તે કામગીરી સંબંધી ચર્ચા કરવા માટે માલિકો અને કામદારાની સંયુક્ત સમિતિ નીમવામાં આવી. આ પ્રમાણે ૧૯મા સૈકામાં બંધુભાવને વિકાસ થયેા છે, કામદારાની સ્થિતિ સુધરી છે, તેમનાં બાળકા વિદ્યા સંપાદન કરે છે, દાક્તરા અને દાઈ એ શાળાઓની નિયમિત તપાસ લે છે, અને ગંભીર પ્રસંગે તેમને માટે દવાખાનાં પણ માજીદ છે. તેમના પૂર્વજો કરતાં અનેક રીતે તે સુખી છે. આવી શેાધા અને સુધારાથી અંગ્રેજી સમાજમાં જબરૂં પરિવર્તન થઈ ગયું છે. હેનેાવર વંશના આરંભનાં વર્ષોમાં લેાકેાની રીતભાત અણુધડ અને ઉદ્ધૃત હતી, અને સહકારનું તે તેમને સ્વપ્ત પણ નહેાતું; વળી પ્રતિષ્ઠિત ગૃહસ્થા ૧. માત્ર પેટગુજારા માટે જીવનનું સત્ત્વ હણી નાખે તેવા ધંધામાં પડેલા કારીગરોની દયાપાત્ર દશાનું મર્મવેધક ચિત્ર કવિ ટોમસ હૂડે ‘The song of the shirt 'ના અતિ કરુણ કાવ્યમાં આપ્યું છે. એક દરજણને મુખે તે કહેવરાવે છે કે— Oh men, with sisters dear, Oh men, with mothers and wives! If is not linen you're wearing out, But human creatures' lives ! Sewing at once......... A shroud as well as a shirt.
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy