SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૩૩ પણ ભજન પછી નીશામાં ચકચૂર થવું એ તે એક હક સમાન ગણતા હતા. દેશમાં ગુના અગણિત થતા, ગરીબને બેલી કેઈ ન હતું, કેદીઓને બચાવ કરવા દેવામાં આવતું નહિ, સહૃદયતા અને સમભાવનો અગ્ર અધિકાર ધરાવનાર ગાંડાઓને નિર્દયતાપૂર્વક મારવામાં આવતા, અને તેમના પ્રત્યે અમાનુષી વર્તન ચલાવવામાં આવતું. વળી કચરાએલા, દબાએલા, અને નિર્બળ મનુષ્યોનું રક્ષણ કરવાને દયાધમ તે કઈ જાણતુંએ નહિ; ધર્મવૃત્તિ તે પ્રજામાંથી ઓસરી ગઈ હતી, એટલે રવિવાર તો નીશાબાજી, શિકારખેલ, સાઠમારી, કુસ્તી આદિ રમતગમતમાંજ વ્યતીત કરવામાં આવતા. આવી દશામાં જયોર્જ બીજાના ઉત્તર કાળમાં જહન વેલી નામે પરમ સાત્વિક ધર્માચાર્યો દેશમાં સર્વત્ર ઘોડા ઉપર પ્રવાસ કરીને પ્રજાસમૂહને રસ્તામાં કે ખેતરોમાં ધાર્મિકતાના બોધપાઠ આપવા માંડયા હતા. સિપાઈઓ, મજુરો, ખાણવાળાઓ, અને ખેડુતો ઉપર તેના ઉપદેશની અસર અદ્દભુત પડતી. ઑકસફર્ડમાં વિદ્યાર્થીદશામાં જ તેણે અને તેના કેટલાક મિત્રોએ અભ્યાસ માટે, ગરીબોને સહાય આપવા માટે, અને તુરંગના કેદીઓને મળવા જવા માટે કડક નિયમો રચ્યા હતા, તેથી તેઓ “મેડિસ્ટ કહેવાતા હતા. આજ પર્યત વેસ્લીનું અનુયાયીમંડળ ચાલુ છે. આ બધા ધાર્મિક પુનરુદ્ધારનું એક શુભ પરિણામ એ આવ્યું, કે દુઃખી, અનાથ, તથા પતિતને સહાય અને આશ્રય આપવાં, તેમજ પાપાચરણીને આશ્વાસન આપી ઉન્નત જીવનને માર્ગ બતાવો, એ ધર્મગુરુઓનું કર્તવ્ય લેખાવા લાગ્યું. દેશમાં નાના રપુપરાધ માટે પણ કેવી ભારે સજા થતી તે તે કહેવાઈ ગયું છે. ગુનેગારોને ફાંસી દેવામાં આવે, ત્યારે હજારો સ્ત્રીપુરુષો અને બાળકે હોંશભેર જેવા જતાં; તેમજ ગુનેગારોને હેડમાં પૂરે કે કેરડા મારે તેમાં લેકને ઉત્સવ માણવાનું મળતું. કેદખાનાં તે ગંદાં, ભરચક, અને ભયંકર દુર્દશામાં હતાં. વૃદ્ધ કે બાળક, નિર્દોષ અને દેષિત, ધાડપાડુ અને ખૂની સર્વ બકરાંની પેઠે એકત્ર ખડકાતાં. વળી જëન હાવર્ડ નામે કેદખાનું સેવી આવેલા એક ફેન્ચ ગૃહસ્થ કેદખાના સુધારવાનું વ્રત લઈ દેશમાં ફરવા માંડયું, અને કેદીઓની સ્થિતિની પૂર્ણ રીતે વાકેફગારી મેળવવા માંડી. તે તે ૧૭૬૦માં તુરંગમાં ચાલતા ઝેરી તાવથી મરણ પામે. પરંતુ સત્રયત્નો તો ૧. સુપ્રસિદ્ધ નવલકથાકાર ચાર્લ્સ ડિકન્સ પિતાના “Little Dorritમાં માર્શલસી કેદખાનાનું તાદશ વર્ણન આપે છે.
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy