SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૦ વગરના તારનો સંદેશો મોકલી સહાયની યાચના પણ કરી શકે છે. આમ સમુદ્ર પૃથ્વીની મર્યાદાને બદલે વેપારના મહામાર્ગ બન્યા છે. અમેરિકા, હિંદ, ન્યૂઝીલેન્ડ અને ઑસ્ટ્રેલિઆ આદિ અનેક દેશની વસ્તુઓ ઈંગ્લેન્ડના બંદરો પર આગબોટદ્વારા આવે છે, અને જગતનાં અંતરે કાપે છે. વળી ૨૦મી સદીમાં તે મોટર ગાડીઓને ઉપયોગ સર્વસાધારણ થઈ પડ્યો છે, અને વિમાનવિદ્યાની શેધને પરિણામે વ્યવહારમાં વિમાનને ઉપયોગ થવા લાગ્યો છે. આજના યુવકને બીજી અગણિત શેની ખબર કયાં નથી ? રેલેન્ડ હિલે દાખલ કરેલું પોસ્ટેજ, તાર, ટેલીફેન, ગૅસ, વિજળી, સિનેમા, ગ્રામફોન, ટાઈપરાઈટિંગ, ફોટોગ્રાફી, મુદ્રાયંત્રો, રેડિઓ, બ્રોડકાસ્ટ, આદિ અનેક અર્વાચીન શોધો વિષે કોઈ પણ સારું પુસ્તક જ્ઞાન આપી શકે તેમ છે. આ સર્વ પ્રગતિમાં મુડીદારો અને વેપારીઓ તે ધનવાન થયા, પણ કામદારોની સ્થિતિ તો ત્રાસજનક રહી. રે જ તેમને અંધારાં, અસ્વચ્છ, ભેજ અને ગરમીવાળાં કારખાનાંમાં દસબાર કલાક કામ કરવું પડતું. રૂની રજ કે પિલાદનાં રજકણો શ્વાસધારા શરીરમાં જવાથી તેમને ભયંકર રોગ લાગુ પડતા. ક્ષય તે તેમનામાં સાધારણ થઈ પડ હતો. વળી કારખાનામાં પણ અનેક અકસ્માતો થતા. અનેક અનાથ તથા કુમળાં બાળકોને આશરે સોળ કલાકની સખત મજુરી કરવી પડતી, પૃથ્વીના ગર્ભમાં ભેજવાળી ખાણમાં તેમને કેટલાએ કલાક સુધી ભારે બોજા ખેચવા પડતા, અને કેટલીક વાર તે સ્ત્રીઓની જોડે ગાડીમાં બળદની પેઠે પણ જોડાવું પડતું. આરામ અને તાજી સ્વચ્છ હવા માટે થોડા વખત મળે, ત્યાં રમતની તે વાતજ કેવી ? આ સમયે સરકારે તો આ પ્રશ્નને ખાનગી ગણી તેના પ્રત્યે તટસ્થ વૃત્તિ ધારણ કરી હતી. પરંતુ કારખાનાંમાં ચાલી રહેલી હદયશૂન્યતાથી અને નિષ્ફરતાથી ઉદાર અને દયાળુ આત્માઓને લાગ્યું કે નવા ઉત્પન્ન થએલા સંગમાં બિચારા પશુ જેવું જીવન ગાળતા મજુરોની વહારે સરકારે ધાવું ૧. આવાં બાળકોની કરુણ કથા મિસિસ બ્રાઉનિંગના “The Cry of the Children’ નામે હૃદયદ્રાવક કાવ્યમાં આપી છે.
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy