SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૮ રણનું મૃત્યુ ઈ. સ. ૧૯૦૦માં વૃદ્ધ રાણીએ આયર્લેન્ડને છેલ્લે પ્રવાસ કરી ત્યાંની પ્રજાને અપૂર્વ આદર મેળવ્યું. હવે તેની પ્રકૃતિ બગડતી જતી હતી. ઈ. સ. ૧૯૦૧ના જાન્યુઆરિની ૨૨મીએ સાંજે વાઈટકીપમાં આવેલા એઓર્નમાં તેણે શાંતિથી પરલેકપ્રયાણ કર્યું. તેની અથાગ કાર્યશક્તિ, લંવત દેશભક્તિ, કુનેહ, અને સહાનુભૂતિથી તેણે કપ્રિયતાની જોડે પ્રજાને ભક્તિભાવ અને આદર પણ સંપાદન કર્યો હતો. આ પવિત્ર, ઉદાર હૃદયની, અને મમતાળુ સ્વભાવની રાણીની હારમાં આવે તેવો કઈ રાજકર્તા ઈંગ્લેન્ડની ગાદીએ આવ્યો નથી. પરદેશના મામલાઓમાં તે તેના નિપુણ મંત્રીઓને પણ તેની પાસેથી બોધપાઠ ભણવા પડતા હતા. રાણીની પ્રજાવત્સલતા અને સહૃદયતા તે તેના જીવનમાં પદે પદે જણાઈ આવે છે. પ્રકરણ ૯મું ઔદ્યોગિક અને સામાજિક પરિવર્તન અઢારમા સૈકાના આરંભમાં ખેતી કરવાની પદ્ધતિમાં સુધારા થવા લાગ્યા, એટલે પાક પણ વધારે થવા માંડે. વળી કંદ ઉગાડવાની પ્રથા દાખલ થવાથી ખેડુતોનાં ઢોરને માટે શિઆળાને ખોરાક મળવા લાગે, એટલે ઢોર અને ઘેટાંના ઉછેરમાં ઘણો ફેર પડે. આ ઉપરાંત ગામની ગોચર કે પડતર જમીન પણ ખેતીના ઉપયોગમાં લેવામાં આવી, અને તેની આસપાસ વાડબંધી કરવામાં આવી, એટલે પ્રત્યેક ખેડુતને ઉત્તમ કાર્ય કરી બતાવવાની હોંસ થવા લાગી. આ સર્વેનો લાભ આખરે જમીનદારને મળવા લાગે; કારણ કે નાના અને ગરીબ ખેડુતોને નવી સ્થિતિ અસહ્ય થઈ પડે, ત્યારે તે પિતાની જમીન વેચી દઈ ઊનનાં કારખાનામાં કે કોઈ સગવડવાળે સ્થળે મજુરી કરવા જતા. આમ ગરીબોના દુ:ખનો પાર ન હતો. પરિણામે કેટલાંએ ગામડાં ભાગ્યાં, અને કેટલાંકને બળતણ અને ચાર મળતા બંધ થિયે, એટલે ત્યાંના લેકે અકથ્ય દુઃખ સહેવા લાગ્યા. . ઔદ્યોગિક પ્રગતિથી પણ મજુરો કરતાં મુડીદારેને વધારે લાભ થયો. ઈગ્લેન્ડમાં ઊનનું વણાટકામ અસલથી ચાલતું હતું. રાણું ઈલિઝાબેથે
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy