SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ફ્લાન્સર્સના વણકરાને આવકાર આપ્યા હતા. દરેક ખેડુત પેાતાના મકાનમાં રેંટીઓ અને કાઈ વેળા શાળ રાખતેા; ખેતીનું કામ ન હેાય ત્યારે તે વણાટકામ કરતા, તેમાં તેની સ્ત્રી, પુત્રો અને કરા કે ઉમેદવારે મદદ કરતા. તેઓ ખેતરમાં કામ કરી આરામ, વિનેદ, અને ખારાક મેળવતાં. આથી કામ નિયમિત થતું, અને માલીક અને નેકર વચ્ચે પિતાપુત્ર જેવા સંબંધ જળવાતા. જો કે મજુરીના દર સાંધા હતા, પણ જીવનની જરૂરી વસ્તુ ક્યાં મેાંધી હતી ? ધીમે ધીમે ઊન કરતાં રૂ વણવાના ઉદ્યોગ વધારે લાભદાયક જણાતા ગયા, એટલે કેટલાક લેાકા પાતાના બધા વખત ઐ કામમાં ગાળવા લાગ્યા. ઇ. સ. ૧૭૬૦થી ૧૮૨૦ સુધીનાં સાઠ વર્ષાને ઔદ્યોગિક પરિવર્તનને યુગ કહેવામાં આવે છે; કેમકે તે વર્ષોમાં ઈંગ્લેન્ડ કૃષિપ્રધાન દેશ મટી ઉદ્યોગપ્રધાન થયા. પરંતુ ઉદ્યોગની પ્રચલિત પદ્ધતિમાં પણ ભારે ફેરફાર થયા. આર્કેરાટ, કાર્ટરાઇટ, હાર્કીંગ્ઝ, અને ક્રોમ્પ્ટન આદિ મુદ્ધિમાન પુષાએ વણુવા કાંતવાનાં યંત્રોની શોધ કરી. આ સર્વ યંત્રો પાણીના પ્રવાહથી ચાલતાં હતાં, એટલે પાણીની છૂટવાળા લેંકેશાયર અને યેાર્કશાયરમાં ઉદ્યોગ વધવા લાગ્યા. પરિણામે માલની નીપજ વધારે ત્વરાથી અને મોટા પ્રમાણમાં થવા લાગી, અને હાથવણાટને તે સ્થાન ન રહ્યું. તેમાં વળી જેમ્સ વાટે શોધેલા વરાળયંત્રની સહાયથી આ યંત્રો ચલાવવાની શેાધ થઈ, એટલે તે પ્રાચીન વાટપતિને જીવલેણ ફટકા પડયા. ધીમે ધીમે મેટાં કારખાનાં સ્થપાવા લાગ્યાં, અને ત્યાં કારીગરા એકત્ર થવા લાગ્યા, એટલે કાન ફાડી નાખે તેવા અવાજવાળાં આ યંત્રોનાં કારખાનાંની આસપાસ ધુમાડી ઘરવાળાં અને કાલસાની રજથી કાળા થઇ ગએલા રસ્તાઓવાળાં, ગંદાં, અને ધુમસછાયાં શહેર વસવા લાગ્યાં. દરમિગ્માન લોખંડ ગાળવા માટે ખાણને કાલસા સારા પડે છે એમ જણાતાં ઉત્તર અને પશ્ચિમના પ્રદેશમાં કારખાનાં સ્થપાવા લાગ્યાં, અને શેપીલ્ડ તથા ર્મિંગહેમ જેવાં નાનાં ગામડાં જાણે મેટાં નગરા બની ગયાં. હવે લોખંડના ઉદ્યોગ પણ વધ્યા; ઇ. સ. ૧૮૦૦ના અરસામાં તે દેશભરમાં લોખંડનાં કારખાનાં ધમધેકાર ચાલવા લાગ્યાં.
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy