SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૭ ગયા હતા, અને પૃથ્વીના ઘણા દેશ એક ખીન્નના સંબંધમાં વધારે આવ્યા, તે સાથે મુસાફરી વિરત અને સુલભ થઈ પડી હતી. વળી પ્રતિનિ વૃદ્ધિ પામતી વૈજ્ઞાનિક શેાધાએ દૈનિક જીવનમાં આનંદ, ઉલ્લાસ, આરામ અને સગવડ આપ્યાં હતાં. પ્રાચીન વિદ્યાઓના સંશેાધનથી ઇતિહાસનાં વીસરાએલાં પ્રકરણા તાાં થતાં હતાં. એ બધું જોતાં આ ઉત્સવ નિમિત્તે રાણી અને તેનાં સંતાનેાએ પૂર ખબાથી આટલાં વર્ષની સમૃદ્ધિ અને શાંતિ માટે પ્રભુની પ્રાર્થના કરી, અને તે સાથે અસંખ્ય પ્રજાજને એ પણ પ્રાર્થનાઓ કરી પોતાની લાગણી પ્રદર્શિત કરી. દસ વર્ષ પછી તેા ‘હીરક મહેાત્સવ’ (Diamond Jubilee) ઉજવવાનો છેલ્લો પ્રસંગ પ્રાપ્ત થયા. સામ્રાજ્યના પ્રત્યેક ખુણામાંથી અનેક માણસા આ ઉત્સવ માણવા લંડન આવ્યાં; ઉત્સવના આવેગમાં પ્રજા જાણે ગાંડીઘેલી બની ગઈ! પરંતુ ઇ. સ. ૧૮૭૨માં ગ્લેડસ્ટન ફરી પાછે અઢાર માસ માટે ચોથી વાર પ્રધાનપદે આવ્યેા. આયર્લેન્ડના પ્રશ્ન વિષે પાર્લમેન્ટમાં મતભેદ હાવા છતાં તેણે પોતાના સ્વરાજ્યનો પ્રિય ખરડા યુક્તિપુરઃસર દાખલ કર્યાં. આમની સભામાં તે મંજુર થયે, પણ અમીરાની સભાએ તેને સ્વીકાર કર્યાં નહિ. આ વખતે રાજીનામું આપવાને બદલે તેણે પાતાના પક્ષ મજમુત અને તેવાં થેડાં લોકપ્રિય કાર્યાં કરવા માંડયાં. હવે તે વૃદ્ધ થઈ ગયા હતા; તે નિવૃત્ત થઈ ગયા, અને તેના લાંબા કાળની રાજદ્વારી કારકીર્દિના અંત આવ્યેા. તે પછી લાર્ડ રાઝબરી પ્રધાન થયેા. એક વર્ષમાં તે લાર્ડ સાલ્સખરી ત્રીજી વાર પ્રધાનપદે આવ્યા. સાત વર્ષ પછી અસ્વસ્થ પ્રકૃતિને લીધે તેને નિવૃત્ત થવું પડયું, ત્યાં સુધી તે અધિકારમાં રહ્યો. આ વર્ષોમાં પરસ્પર ઈર્ષાથી થએલા કલહે। વિના ખીજું કશું જાણવા જેવું બન્યું નથી. આ દરમિઆન ગ્રીસ અને તુર્કસ્તાને નિરર્થક વિગ્રહના મે।રચા માંડયા, એટલે ક્રીટને તુર્કીના અધિકારમાંથી મુક્ત કરી યુરોપનાં મહારાજ્યાની દેખરેખ નીચે મૂકવામાં આવ્યું; વળી સંયુક્ત સંસ્થાને અને ગ્રેટબ્રિટનને સરહદની તકરાર ઊઠી, પરંતુ ચતુર મંત્રીએ કુનેહથી યુદ્ધના ભય ટાળી દીધા. આ ઉપરાંત સુદાન અને દક્ષિણ આફ્રિકામાં યુદ્ધો થયાં.
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy