SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૬ કરવાના ગ્લેડસ્ટનના અભિલાષ તા અધુરા રહ્યા. તેને દક્ષિણ આફ્રિકાના મેરી જોડે કલહ થયા. વળી ‘અમારૂં તે અમારે માટે ' કહી મિસરીએએ બ્રિટન સામે સમશેર ઉઠાવી. આ ઉપરાંત આયર્લેન્ડમાં અસંતેષ વધી ગયે, પાર્નેલે સ્વરાજ્યની આગ્રહપૂર્ણ માગણી કરવા માંડી, અને આયર્લેન્ડમાં ચેાડી ખૂનામરકી પણ થઈ; પણ આ મંત્રીમંડળની વિદેશનીતિ ધણાને અકારી ચઈ પડી, અને એક ક્ષુલ્લક બાબતમાં મતભેદ થવાથી ઇ. સ. ૧૮૮૫માં ગ્લેડસ્ટને રાજીનામું આપ્યું. તે પહેલાં તેણે પાર્લમેન્ટની સુધારણાને ત્રીજો કાયદા કરી શહેરમાં કે ગામડામાં એક વર્ષ સુધી એકજ ઘરમાં રહેલા માણસાને મતાધિકાર આપ્યા, અને કેટલાક કસ્બાને પરગણાંમાં ભેળવી દઈ મેટાવિભાગોના ખંડ પાડી દઈ કેટલીક બેઠકની પુનર્વ્યવસ્થા કરી આપી. અંતનાં વર્ષોં: ડિઝરાયેલીને પરમ પ્રશંસક અને તેની દેશાંતર નીતિને ચુસ્ત હિમાયતી કાન્ઝર્વેટિવ લાર્ડ સાલ્સબરી પ્રધાનપદે આવ્યે, તે જાણે એકાદ વર્ષમાં જવાને માટે ! ગ્લેડસ્ટન ત્રીજી વાર પ્રધાનપદે આવ્યું. આયલેન્ડની વ્યાધિને એક ઉપાય માત્ર સ્વરાજ્ય છે, એમ ખાત્રીપૂર્વક માની તેણે એવી મતલબને ખરડે આણ્યા, પણ અનેક કારણેાથી તેના અનુયાયીઆમાં પક્ષ પડયા. તેમણે નવા પક્ષ ( Liberal Unionists) રચી આયર્લૅન્ડને સ્વરાજ્ય આપવાનેા ખરડા ઉડાવી દીધા, એટલે ગ્લેડસ્ટને રાજીનામું આપ્યું. ફરી પાછા સાલ્સબરી પ્રધાન થયા. તેના છ વર્ષના અમલમાં તેણે ગ્રેટબ્રિટનમાં જિલ્લાસમિતિએ ( County Councils )ની સ્થાપના કરી તેમને સ્થાનિક વહીવટ કરવાના અધિકાર આપ્યા, અને પ્રાથમિક શાળાઓમાં કેળવણી મફત કરીને ફાર્સ્ટરના કાયદાને ફલિતાર્થ કર્યાં. પરંતુ સર્વથી ચિરસ્મરણીય પ્રસંગ તે રાણીના રાજ્યારાહણુના સુવર્ણમહાત્સવને હતા. ઇ. સ. ૧૮૮૭માં રાણીના રાજ્યારાહણુનાં પચાસ વર્ષ થયાં, એટલે પ્રજાએ પૂર્ણ ઉત્સાહથી ‘સુવર્ણમહાત્સવ' (Golden Jubilee) ઉજવ્યા. એ પચાસ વર્ષોમાં દેશમાં શતકા જેટલી પ્રગતિ થઈ હતી. ઈંગ્લેન્ડ કૃષિપ્રધાન દેશ મટી ઉદ્યોગપ્રધાન બની અસંખ્ય મનુષ્યાને પોષતા હતા, તેમજ આગગાડી અને આગાટ તથા વિજળીના તાર આદિની શોધા વડે દિકાલનાં બંધને કપાઈ ગયાં હતાં. સમુદ્રો ખંડની સીમા બનવાને બદલે વેપારના મહામાર્ગ બની
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy