SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ * પીલ વેપારી હતા, અને તેની દષ્ટિ દેશની સમૃદ્ધિ વધારવા તરફ હતી. તેણે આશરે આઠ વસ્તુઓ ઉપરથી જકાત હલકી કરી નિરંકુશ વેપારની દિશામાં એક ડગલું આગળ ભર્યું. મેમ્બેર્નના સમયમાં થએલી આર્થિક તંગીને લીધે પડેલે ખેટનો ખાડે પૂરવા તેણે આવકવેરાની યોજના કરી. - ઈ. સ. ૧૮૪૫-૪૬માં આયર્લેન્ડમાં બટાટાનો પાક નિષ્ફળ ગયો, એટલે ભયંકર દુકાળ પડયો. હજારે આયરિશ રેગ અને ભૂખમરાના જીવલેણ પંજામાં આવી પડ્યા. કેટલાક તો દેશ તજી સંયુક્ત સંસ્થાનોમાં જઈ વસ્યા; પણ આ સર્વ વિપત્તિમાંથી જેઓ બચા, તેઓ ભૂખ, ઠંડી, હાડમારી, ગરીબી, અને મરણભયથી દીનહીન થઈ પડયા. આખરે પીલને કેન્ડન અને તેના મિત્રોએ સામાજિક અનર્થોની કરેલી ચિકિત્સા ખરી લાગી; પણ કૃત્રિમ ઉપાયથી લેકેને રોટલે મોં કરી નાખવામાં તેને નિર્દયતા લાગી. તેણે ઈ. સ. ૧૮૪૬માં ધાન્યના કાયદાઓ રદ કરવાનો ખરડે પાર્લમેન્ટમાં રજુ કર્યો. પરિણામે ટોરી સાથીઓ પીલની આવી બદલાએલી મનોવૃત્તિથી છેડાઈ વિરુદ્ધ પડ્યા, છતાં તે ખરડો પસાર થયે. આમ બ્રાઈડ કેન્ડનને પરિશ્રમ - ફળીભૂત થયો, પણ પીલનો પક્ષ તૂટ્યો. તેના વિરોધીઓએ નવો પક્ષ રચ્યો. તે બાધિત વ્યાપારપક્ષ (Protectionists) કહેવાય. આમાં બેન્જામિન ડિઝરાયેલી નામે અદ્દભુત શક્તિવાળો મહત્ત્વાકાંક્ષી તણ ભળ્યો. થોડા સમયમાં પીલને રાજીનામું આપવું પડયું. પરંતુ તેણે દેશહિતનું મહત કાર્ય કરી અમર કીર્તિ મેળવી લીધી. તેણે પિતાના છેલા ભાષણમાં ખરડાને ઉલેખ કરતાં કહ્યું કે આ કાર્યનો યશ મને મળે છે ખરે, પણ તેની પ્રેરણા અને કેન્દ્ર તરફથી મળી હતી. આ પછી ચાર વર્ષે પીલર મરણ પામે. ૧. આ મહાસમર્થ પુરુષ ઈ. સ. ૧૮૫૦માં ઘોડા ઉપરથી પડીને મરણ પામ્યો. તે સમયે તેના પ્રશંસક અને અનુયાયી વિલિયમ યુવટે ગ્લેડસ્ટને તેની શક્તિને પ્રતાપ, બુદ્ધિને ચમત્કાર, અને ગુણોની પવિત્રતાનો ઉલ્લેખ કર્યો હતો Now is the stately columo broke, The beacon light is quenched in smoke; The trumpet's silv'ry sound is still, The warder silent on the hill.
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy