SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૩ ઈ. સ. ૧૮૩૯. પછી બ્રાઈટનું જલધોધ જેવું સમર્થ વકતૃત્વ, પાની, અને ભાષણોની અવિરત પરંપરા ચાલી. તેણે જાહેર કર્યું કે ગ્રેટ બ્રિટનની વધતી જતી વસ્તીના પ્રમાણમાં પૂરતું કામ નથી; કેમકે કારખાનાંવાળાઓ પરદેશી ઘઉના બદલામાં પિતાને માલ પરદેશને આપી શકતા નથી. વળી ધાન્યના કાયદા રદ થવાથી માત્ર મોંઘવારી મટી જશે એમ પણ નથી; એટલેથી તો માત્ર કામદારોને કામ મળે, રેજી મળે, અને દેશના ઉદ્યોગે પગભર થાય. એવી રીતે વેપારીઓએ ઉપાડેલી આ ચળવળને શરૂઆતમાં જમીનદારે તિરસ્કારની દૃષ્ટિએ જોવા લાગ્યા, અને કામદારો એમ માનવા લાગ્યા, કે રાજકીય હકની લડતમાં વિક્ષેપ પાડવાને માટે આ એક બાળ રચવામાં આવી છે; છતાં અનેક નિઃસ્વાર્થી જમીનદારે પોતાને લાભ જતો કરવા તૈયાર થયા. તેમજ ધાન્યના કાયદામાં રહેલા અન્યાય સમજાતાં પ્રજામત બદલાવા લાગે. રાજકીય હકની લડત છેડી દઈને આ કાર્ય ઉપાડી લેવા જેવું છે, એવું કામદારોને જણાવા લાગ્યું. - આળસુ અને પ્રસાદી હિગ પ્રધાનથી લેકે કંટાળી ગયા, એટલે મેમ્બેર્નને પક્ષ નાનો થવા લાગ્યો. ઈ. સ. ૧૮૩લ્માં મેન અધિકારથી ઉતર્યો, અને પીલ પ્રધાન થયો. તેણે રાણીની શયનગૃહની દાસીઓને કાઢી મૂકવાની જક પકડી, એટલે મેનને પાછો બોલાવી રાણીએ તેને મંત્રીપદ આપ્યું. તેના બે વર્ષના અમલમાં ટપાલ અને કેળવણીમાં કેટલાક સુધારા થયા. - પીલનું પ્રધાનમંડળઃ ઇ. સ. ૧૮૪૧માં ટોરી અગ્રણું પીલ પ્રધાનપદે આવ્યા. નવા પ્રધાનને સુખશયામાં સૂવાનું ન હતું; કારણ કે ડેનિયલ એકેનેલ આયર્લેન્ડને ઈગ્લેન્ડથી છૂટું પાડવાને તનતોડ પ્રયત્ન કરી રહ્યો હતા. ઈ. સ. ૧૮૪૩માં કેનેલને કેદ કરી તેણે આ પ્રયત્નોનો અંત આ. હકપ્રાથઓ ઠામઠામ સભાઓ ભરી સુધારા માણી રહ્યા હતા. અફઘાનિસ્તાનમાં અંગ્રેજ સૈન્યનો સંહાર કરવામાં આવ્યો હતે. તેનું વેર લેવાના ઉપાયો શોધવાના બાકી હતા, અને તે સાથે ઈ. સ. ૧૮૩થી ૧૮૪૨ સુધી ચીન જેડે અફીણના પ્રશ્ન સંબંધી યુદ્ધ ચાલતું હતું. પરંતુ ચીનમાં તો છેવટે અંગ્રેજોનો જય થયો, અને ચીને નુકસાન તથા યુદ્ધનું ખર્ચ ભરી આપવા કબુલ કર્યું.
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy