SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ કરી કામને સમય નિર્મીત કરવામાં આવ્યું, અને કારખાનામાં કામ કરતા બાળકનું ઓછામાં ઓછું વય પણ કરાવવામાં આવ્યું. તે સાથે આ સર્વ ધારાને અમલ યોગ્ય રીતે થાય તે જોવા માટે સરકારી નિરીક્ષક નીમવામાં આવ્યો. બીજે વર્ષે ગરીબીને નવો કાયદો થયે, ગરીબીના જુના કાયદા રદ કરવામાં આવ્યા, અને ઉદ્યોગી લોકોની શ્રમસિદ્ધ કમાણી ઉપર વાંદરાની પેઠે નિર્વાહ કરતા સશક્ત પ્રમાદીઓને કામ કરવાની ફરજ પાડવામાં આવી. પરંતુ તે સાથે ખરેખરા વ્યાધિગ્રસ્ત અને નિર્બળ દરિદ્રોને યોગ્ય સહાય આપવાની યોજના કરવામાં આવી. આ ઉપરાંત શહેરસુધરાઈનો કાયદે લખલ થયે, એટલે લેકને પોતાના પ્રતિનિધિઓ પસંદ કરી પિતાનાં નગરેનો વહીવટ જાતેજ કરી લેવાની સત્તા આપવામાં આવી. પામર્સ્ટનની દેશાંતર નીતિઃ દરમિઆન મંત્રીમંડળમાં ફેરફાર થઈ ગયા. આયર્લેન્ડના પ્રશ્ન સંબંધી મતભેદ પડવાથી ગ્રેએ મંત્રીપદ છોડયું, અને તેને સ્થાને લઈ મેમ્બેર્ન આવ્યું. થોડા સમયમાં તેને રજા આપી રાજાએ પીલને મંત્રી બનાવ્યો, પણ લેકવિધ જોઈ તે છુ થઈ ગયે, અને પાછો લાડ મેમ્બેર્ન આવ્યો, તે ઈ. સ. ૧૮૪૧ સુધી મંત્રીપદે રહ્યો. પરંતુ ઈ. સ. ૧૮૩૭થી લઈ પામર્સ્ટન પરદેશ ખાતાના મંત્રી તરીકે કાયમ હતો. તેના અન્ય સાથીઓ રાજદ્વારી અને સામાજિક સુધારણાના વિકટ પ્રશ્નો ઉકેલી રહ્યા હતા. આ પ્રમાણે તે પશ્ચિમ યુરોપનાં રાજ્યમાં પ્રજાકીય સ્વાતંત્ર્ય અને બંધારણપૂર્વકના રાજ્યતંત્ર પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી આપખુદ અને બીનજવાબદાર અમલને જ્યાં ત્યાં પ્રતિકાર કરી રહ્યો હતો, અને યુદ્ધનાં ઘેરાએલાં વાદળ વીખેરી શાંતિની શીળી સ્ના પ્રસારી રહ્યો હતો. તેણે બેજીયનોને સ્વાતંત્ર્ય પ્રાપ્ત કરવામાં સહાય કરી, અને ફાન્સ તથા સ્પેનનાં વર્તમાન રાજ્યતંત્રોને વિરોધી આઘાતથી બચાવી સુસ્થિર કર્યો. . સ. ૧૮૩૭માં નિઃસંતાન વિલિયમ મૃત્યુ પામ્યું. તેના શાસનમાં ૧. હેનરી જહેન વાઈકાઉન્ટ પામન એક શ્રીમંત આયરિશ અમીરનો પુત્ર હતે. તેનો જન્મ ઈ. સ. ૧૭૮૪માં થયો હતો. ૨૩ વર્ષની વયે અભ્યાસ પૂર્ણ કરીને તે પાર્લમેન્ટમાં દાખલ થયો. ૮૦ વર્ષની વય થતાં સુધી તે પાર્લમેન્ટને ઉદ્યોગ અને ઉત્સાહી સભ્ય રહ્યો. નેપોલિયન ડેના વિગ્રહ દરમિઆન ઈ. સ. ૧૮૧માં તે સદ્ધમંત્રી થયો, તે છેક ઇ. સ. ૧૮૫માં તેના મૃત્યુ સુધી માત્ર થોડા કાળ વિના
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy