SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ee અને ટોરી નામે લેપ થયે, અને તેમને સ્થાને અનુક્રમે લિબરલ અને કિન્ઝર્વેટિવ નામનો ઉપયોગ થયે. ઈ. સ. ૧૬૮૮માં આરંભાએલું કાર્ય આખરે આ રીતે પરિપૂર્ણ થયું, તે સમયે દેશમાં પાર્લમેન્ટનું વર્ચસ્વ સ્થપાયું હતું એ ખરું, પણ તેમાં હજુ સુધી સામાન્ય લેકને અવાજ નહિ જેવો હતો. એથી દૂરદર્શી લોકોએ આ દેષનું નિવારણ કરવાની જરૂરિઆત તો ક્યારનીએ જોઈ હતી, પણ ફ્રેન્ચ "વિપ્લવની પ્રચંડ યાદવાસ્થળીમાં આ સર્વ વિસરાઈ ગયું હતું. અંતે ઈ. સ. ૧૮૩૨માં મધ્યમ વર્ગની સહાયથી થએલા કાયદાથી પાર્લામેન્ટમાંથી કુલીનોની સત્તા કમી થઈ લોકપ્રતિનિધિત્વ વધ્યું. પરંતુ હજુએ કામદાર વર્ગ અને શહેરમાં વસતા ગરીબાને નવા મતાધિકારમાં ભાગ મળ્યો નહિ. સામાજિક સુધારણઃ નવા કાયદા પ્રમાણે ઇ. સ. ૧૮૩૩માં મળેલી પાર્લમેન્ટમાં ભાડુતી અને હા જી હા ભણનારા ખુશામતીઆ તેમજ મધ્યમ શક્તિના માણસને બદલે દેશને બુદ્ધિશાળી વર્ગ સ્વતંત્ર રીતે પ્રતિનિધિ રૂપે આવ્યો. તેમાં વિહગ પક્ષની બહુમતી હતી, પણ કેટલાંક કારણોને લીધે તેમનામાં પક્ષ પડી ગયા, છતાં લોકકલ્યાણનાં કાર્યોમાં આ પક્ષભેદ નડતો નહિ. ઈ. સ. ૧૮૩૩માં બ્રિટિશ રાજ્યમાંથી ગુલામગીરી નાબુદ કરવામાં આવી, અને ગુલામના માલીકને બદલે આપવા માટે બે કરોડ પૉન્ડની ગંજાવર રકમ મંજુર કરવામાં આવી. ઈ. સ. ૧૮૦૭માં આફ્રિકાથી ગુલામ મોકલવાનો નિષેધ કરવામાં આવ્યું હતું, છતાં હજુ ચોરીછૂપીથી એ અમાનુષી વેપાર ચાલતો હતો. પરિણામે અસંખ્ય નિર્દોષ મનુષ્ય ગુલામીનાં અતૂટ બંધનેમાં અદ્યાપિ પશુ જેવું જીવન વ્યતીત કરી રહ્યાં હતાં, તેમજ તેમના નફટ માલીકની કર પજવણી નિરાશ હૃદયે સહી રહ્યાં હતાં. દયાઘન અને સાધુવૃત્તિ વિલિયમ વિલ્બરફેર્સ આ પ્રથા રદ કરાવવા માટે પોતે કરેલા જીવનભરના શ્રમનું શુભ પરિણામ જોવા માટે ૭૫ વર્ષની પ્રૌઢ વયે જીવતો રહ્યો હતે. તે આ કાયદે પસાર થયાને હર્ષિદાયક સમાચાર સાંભળી પ્રભુની કરણનું ચિંતન કરતે શાંતિથી પુણ્યધામમાં ગયે. ઈ. સ. ૧૮૩૩માં નિધનોનાં બાળકોના શિક્ષણમાં પાર્લમેન્ટે મદદ આપવી, એવો ઉપગી ધારો કરવામાં આવ્યા. વળી શેફટબરીના ઠાકરના પ્રયત્નથી કારખાનાને કાયદો
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy