SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૭ રાજાનું મૃત્યુઃ રાજા વૃદ્ધ થયા હતા. ઇ. સ. ૧૮૧૦માં પેાતાની નાની અને પ્રિયતમ પુત્રીના મંદવાડથી તેને ચિત્તભ્રમ થઈ આવ્યા, અને યુવરાજ ‘રાજ્યરક્ષક ’નિમાયા. રાજાને રોગ મટયા નહિ. ઇ. સ. ૧૯૨૦માં વૃદ્ધ, અંધ, અને બધિર રાા દીર્ઘ કાળ રાજ્ય ભોગવી ૮૨ વર્ષની વયે ફેબ્રુઆરની ર૯મી તારીખે પરલેાકવાસી થયે. જ્યાર્જ ૩જાના સાઠે વર્ષના અમલમાં અનેક મહત્ત્વના ફેરફાર થયા. ઈંગ્લેન્ડે અમેરિકા ખાયું, અને હિંદ મેળવ્યું; પિ આણેલી આર્થિક ઉન્નતિથી સમૃદ્ધ થએલા ઈંગ્લેન્ડ ઉપર નેપોલિયનનો ડાળેા લાગ્યા, ત્યારે નેલ્સન અને વેલિંગ્ટન જેવા વીર નરાએ તેનું રક્ષણ કર્યું. આયર્લેન્ડ ઈંગ્લેન્ડ જોડે જોડાઈ ગયું. દેશમાં થતાં ઔદ્યોગિક પરિવર્તનથી સમાજમાં અસ્થિરતા આવી, પણુ ઈંગ્લેન્ડના વેપારતે પાષા મળ્યું. પણ સાહુન જ્યાર્જ જયા: ઇ. સ. ૧૮૨૦-૧૮૩૦ જ્યાર્જ ૪થે!: વૃદ્ધ જ્યાર્જના મૃત્યુ પછી તેને પુત્ર ગાદીએ આવ્યા, પણ તેથી રાજનીતિમાં ખાસ ફેરફાર થયે નહિ; કેમકે તે તે વાસ્તવિક રીતે ઇ. સ. ૧૮૧૧થી રાજસત્તા ભાગવતા હતા. ગાદીએ બેઠા પછી તેના રાજ્યતંત્રમાં શિથિલતા આવી. જો કે જ્યાર્જ ૩જો ગમે તેવા દુરાગ્રહી અને સત્તાનો શેખીન હતા, છતાં તેની કર્તવ્યનિષ્ઠા અડગ હતી, અને પ્રજાનું કલ્યાણુ ફરવાની તેને આકાંક્ષા હતી. એથી ઉલટું ૫૭ વર્ષની પાકટ વયે ગાદીએ આવેલા રાજામાં પિતાનો એક પણ સદ્ગુણ ન હતા. તેનું જીવન વિલાસી અને પ્રમાદી હતું, એટલે તેણે રાજ્યવહીવટની જોખમદારી પ્રધાને ઉપર નાખી દીધી. તેના અણુએ અણુમાં સ્વાર્થ હતા, સત્ય તે સગવડ વખતે એક્ષવાની તેને પ્રતિજ્ઞા હતી, અને મિથ્યાભિમાનનો પાર ન હતા. વેલિંગ્ટનની હાજરીમાં તે બેશરમ બની કહેતા, કે વાટલુંના યુદ્ઘમાં એક ટુકડીની સરદારી મેં લીધી હતી. તેના જીવનમાં તેણે ઉપયેગી કાર્ય કર્યું ન હતું. આવા રાજા
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy