SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ પ્રત્યે લોકોને સામાન્ય રીતે તિરસ્કાર હોય, તેમાં તેણે યુવરાજપદે આવીને રાણ કરેલીનને દૂર કરવાની પેરવી કરી હતી. યુવરાજ અને કમનસીબ કેરેલીન વચ્ચે અણબનાવ થવાથી તે દુર્ભાગી સ્ત્રી થોડાં વર્ષથી પરદેશ જઈ વસી. પરંતુ પતિના રાજ્યારોહણના સમાચાર સાંભળી તે ઈલેન્ડમાં દેડી આવી, અને તેણે હકનો દાવો કર્યો. રાજાએ તેના પર અનીતિનો આરોપ મૂ, અને રાણી તરીકે સ્વીકારવાની ના પાડી. રાજલગ્ન રદ કરવાના હેતુથી લોર્ડ લિવરપૂલ નામના ટેરી પ્રધાને અમીરની સભામાં ખરડે આપ્યા. રાણી કંઈક અચતુર અને સ્વચ્છંદી સ્વભાવની હતી, અને લોકોને તેના પર ખાસ પ્રેમ ન હતો. પરંતુ તેઓ રાજાને ધિક્કારતા હતા, એટલે તેમણે રાણીનો પક્ષ લીધો. વળી મંત્રીઓએ આદરેલી ઉગ્ર દમનનીતિથી તેઓ પ્રજામાં એટલા અપ્રિય થઈ પડયા, કે તેમનો વધ કરવાનું કાવતરું રચવામાં આવ્યું, પણ સર્વ કાવતરાખોરે પકડાઈ જવાથી તેમનાં શિર સલામત રહી ગયાં. દુરાચારી, પ્રમાદી, અને સ્વાર્થી રાજાની ખાતર તેઓ આ ખરડો લાવ્યા, ત્યારે લેકેને ઝાંઝ ચડી. ખરડા સામે લેકવિરોધનું જોર જોઈ મંત્રીઓએ તે પાછો ખેંચી લીધે, પણ લેકને રાજા પ્રત્યેનો ધિક્કાર ઓછો થયે નહિ. હતભાગી રાણી એક વર્ષમાં ભગ્ન હૃદયે મરણ પામી. - નિરંકુશ વ્યાપાર અને ફેજદારી કાયદામાં સુધારાઃ જર્જ ૩જાના અંત સમયમાં લેકસ્વાતંત્ર્ય હરી લેનારા કાયદાઓ રચનાર અને સુધારકને શત્રુ એડિગ્ટન ઈ. સ. ૧૮૨૧માં અધિકાર પદેથી ઉતર્યો, અને બીજે વર્ષો જુના સાંકડા વિચારના, અને પ્રગતિના અડગ વિરોધી કેસલરીધે આત્મહત્યા કરી. પરિણામે પીલ, કેનિંગ, અને હસ્કિસન જેવા ઉદાર વિચારના ટેરીઓ પ્રધાનમંડળમાં આવ્યા, તે સાથે રાજનીતિમાં ઉદારતા અને વિશાળતાનાં તો દાખલ થયાં. પીલે ફોજદારી કાયદામાં સુધારો કર્યો અને હસ્કિસને ઉદ્યોગ અને વાણિજ્યના સંબંધમાં નવી નીતિ સ્વીકારી. કિસિંગે દેશાંતર નીતિમાં નવા પ્રાણ પૂર્યા. આ ત્રણે મહાપુરુષે મધ્યમ વર્ગના હતા, અને કઈ દિશામાં દેશની પ્રગતિ થવાની આવશ્યકતા છે એ સારી પેઠે જાણતા હતા.
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy