SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રત્યે દૃષ્ટિ રાખે છે, અને અમ જેવા રંકની દાદ કાઈ લેતું નથી; માટે સામાજિક વિષમતા ટાળવી હોય, તે પાર્લમેન્ટ વિશાળ પ્રતિનિધિત્વવાળી કરવી જોઈએ. ઈ. સ. ૧૮૧૬માં ૨૭ રતલ ઘઉંની કિંમત ૧૦૩ શિલિંગ થઈ ગઈ, એટલે દેશમાં દુઃખ વધી પડ્યું, અને ઈંગ્લેન્ડનાં પૂર્વ પરગણાંમાં અને લંડનમાં તોફાન મચ્યું. ભૂખના દુઃખથી અસંતોષ વધ્યો, અને એ અસંતોષથી રાજકીય સુધારાની માગણી થતાં રમખાણ જાગ્યાં. - મંત્રીઓએ આ તેફાન શમાવવા દમનનીતિ આદરી, અને રાજદ્રોહી સભાઓ અટકાવવાને કાયદો કર્યો. ઝેરીલા લખાણ પ્રસિદ્ધ કરનારને પકડવાની બીનજવાબદાર સત્તા માજિસ્ટ્રેટોને આપવામાં આવી, અને હેબીઆસ કેમ્પસના ધારાનો અમલ મોકુફ રાખવામાં આવ્યો. એટલામાં માનચેસ્ટરથી કામળીવાળાઓનું એક ટોળું દાદ મેળવવા લંડન આવવા નીકળ્યું, પણ સરકાર તરફથી તેને વિખેરાઈ જવાની આજ્ઞા થઈ. તેમાંના કેટલાક ઉત્સાહ શમી જતાં આપોઆપ પાછા ફર્યા. ડબીં પરગણામાં એક ઉન્માદી માણસે બંડ કર્યું, પણ તે એકદમ બેસાડી દેવામાં આવ્યું છતાં હજુ દમન સિવાય લેકવૃત્તિને સંતોષવાનો વિચાર મુસદીઓના મગજમાં આવતો ન હતો. ઈ. સ. ૧૮૧૮માં નવી પાર્લમેન્ટમાં આવેલા ઘણું સભ્ય આ નીતિને વિરોધ કરતા હતા. એટલે દેશમાં અસંતોષનું વિષ વ્યાપ્યું. ઠેરઠેર સભાઓ ભરાવા લાગી, રાજ્યક્રાતિની યોજનાના વિચાર થવા લાગ્યા, અને ક્રાન્તિકારોએ સ્વયંસેવકેને કવાયત શીખવવા માંડી. ઈ. સ. ૧૮૧૯માં માનચેસ્ટરના માજિસ્ટ્રેટની આજ્ઞાથી હયદળે સેન્ટ પીટર ફિલ્ડમાં ગેરકાયદેસર મળેલી સભાને વિખેરી નાખી, એટલે લોકોને ક્રોધ વધી ગયો. અસંતોષ વધતા જોઈ સરકારે છે ધારા પસાર કરી નિંદાત્મક લખાણે પ્રસિદ્ધ થતાં અટકાવ્યાં, અને કવાયત કરવાની કે શત્રને ઉપયોગ કરવાની મના કરી. ૧. તેમાં ચાર પાંચ માણસો મરાયાં હશે અને ઘવાયાં હશે; પણ લોકેએ તેને પીટર્લની (વૈટર્લના અનુકરણા) હત્યા કરી. તેનું વેર લઈ મંત્રીઓને મારી નાખવા માટે થીસલવુડ અને કેટલાક માણસેએ કેટેસ્ટ્રીટનું કાવતરું રચ્યું; પણ તરકટર પકડાયા, અને તેમાંના કેટલાકને ફાંસી દેવામાં આવી.
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy