SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ યુરેપના અન્ય દેશમાં સજ્યતંત્ર ધીમે ધીમે લેકવૃત્તિને અનુકૂળ કરવાના પ્રયતને થતા હતા. એથી ઉલટું બસો વર્ષથી ફ્રાન્સને રાજ્યવહીવટ સડેલા, અન્યાયી, અને જુલમી હત. સમાજતંત્ર છેક સડી ગયું હતું, અને જુદા જુદા વર્ગો વચ્ચે મોટો ભેદ પડી ગયા હતા. અમીરે, ધર્મગુરુઓ, અને શ્રીમંત વેપારીઓ સ્વછંદી, વિલાસી, અને દુરાચારી જીવન ગાળતા, અને રાજ્યને કર ભરવાની ફરજમાંથી મુક્ત રહેતા, ત્યારે બિચારા ગરીબોને ભૂખમરે વેઠવો પડતો, અને કરજના બેજાથી કચરાઈ જવું પડતું. તેમની દાદફરિયાદ સાંભળનાર કોઈ ન હતું. તેમના જાનમાલની સલામતી પણ ન હતી. જમીનદારો ખેડુતો પાસે વેઠ કરાવતા, અને ખેડુતોને પિતાનું કામ પડતું મૂકવું પડતું. આમવર્ગ પાસે રાજકીય સત્તા જેવું કશું જ ન હતું. આવા સમયમાં ઑલ્ટર, રૂ, અને મેન્ટેસ્કયુ જેવા નવીન વિચારકોએ જવલંત ભાષામાં તેજસ્વી લખાણ લખી પ્રજામાં જાગૃતિ આણી. વૈભેરે વિચારસ્વાતંત્ર્ય પર - ભાર મૂકો, અને રૂએ સમાનતા, બંધુત્વ, અને સ્વાતંત્ર્યને ઉપદેશ આપવા માંડ. લુઈ ૧૫મા અને ૧૬માએ રાજ્યની આર્થિક સ્થિતિ છેક નિર્બળ કરી નાખી. લુઈ ૧૬મો ભલે અને સદાશયી હતું, પણ તેનામાં દીર્ધદષ્ટિ ન હતી. તેને દરબાર અનીતિમાન અને ઉડાઉ હતો. દેશમાં દ્રવ્યની બેટ હતી, અને છેલ્લા વિગ્રહોમાં અઢળક ખર્ચ થયું હતું, એટલે તેણે નાણાં મેળવવાની આશાએ લેકપ્રતિનિધિઓની સભા બોલાવી. ૧૭૫ વર્ષ પછી મળેલી આ સભાએ દેશનો વહીવટ પિતાને હસ્તક લઈ લીધે, અને દેશના કાયદા અને વ્યવસ્થાને તિલાંજલિ આપી. નિરાધાર અને નિર્બળ રાજાએ તેમણે કરેલા ફેરફારો મંજુર રાખ્યા. પરંતુ ધીમે ધીમે તેણે તો આવો નબળો રાજા પણ સ્વીકારે નહિ એવાં કાર્યો કરવા માંડ્યાં, એટલે રાજાએ માથું ઉંચક્યું. પ્રજાને દબાએલે જુસ્સો ઉછળે, અને બેસ્ટાઈલ નામના ભયંકર કિલ્લા પર આક્રમણ કરી તેમણે તેને કબજે કર્યો. ઈ. સ. ૧૭૯૨માં ઑસ્ટ્રિઆ અને મુશિઓએ લુઈની વહારે સૈન્ય મેકલ્યા; પણ ફેન્ચ સૈન્ય પાસે તેમનું - કશું ચાલ્યું નહિ. ફ્રાન્સમાં પ્રજાસત્તાક રાજ્ય જાહેર કરવામાં આવ્યું. રાજ કુટુંબને કેદ કરવામાં આવ્યું અને પેરિસનાં બંદીખાનાં તેડીને લેકેએ જે hઈ રાજપક્ષનો છે એમ શંકા પડે તેના પર જુલમ વર્તાવવા માંડે. ઈ. સ.
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy