SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૩માં ઉઝાંછળા અને તેફાને ચડેલા એ રાજારાણીનો શિરચ્છેદ કર્યો. અને ઢાલમગારા વગાડી ઉત્સવ જે. આ પ્રમાણે એ બિચારાં ભલાં અને નિર્દોષ રાજારાણ પૂર્વજોએ કરેલાં દુષ્કોને ભોગ થઈ પડયાં. હવે હુલ્લડબેરોની સત્તા જામી. દેશના બધા કાયદાઓનું ખંડન કરવામાં આવ્યું, અને દેશમાં આસુરી સત્તા જામી. અનેક નિર્દોષ સ્ત્રીપુરુષોનાં રક્તથી ફન્સની જમીન પલળી ગઈ. સ્વતંત્રતા, સમાનતા, અને ભ્રાતૃભાવને નામે તેમણે વિરોધીઓને ભૂંડે હાલે મારવા માંડયા. જમીનદારે અને ધર્મગુરુઓને શોધીને મારવામાં કે દબાવી દેવામાં આવ્યા. આ વખતે જેમનાથી બન્યું તે દેશ છોડીને બીજે નાઠા; તેમની માલમતા જપ્ત કરવામાં આવી. ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ: લેકસત્તાને ઉપરીપદે સ્થાપનાર સ્વાતંત્ર્યપ્રિય અંગ્રેજો શરૂઆતમાં ફેન્ચ પ્રજાને સ્વાતંત્ર્યપ્રેમ અને આપખુદ સત્તાનાં બળાને છૂંદી નાખવાનો નિશ્ચય જોઈ તેમના પ્રત્યે સહર્ષ સહાનુભૂતિ દર્શાવવા લાગ્યા, અને ફ્રાન્સમાં ના યુગ પ્રકટ છે એમ કહેવા લાગ્યા. ઈલેન્ડમાં પણ કેટલીક સભાઓ સ્થપાઈ અને લોકોમાં વિપ્લવના સમાચાર પ્રસારવા લાગી. આથી લેકમાં આવેશ આ. કેઈને પાલમેન્ટમાં સુધારો કરવાની ઈચ્છા થઈ. તો કોઈને ફ્રાન્સના જેવું સ્વાતંત્ર્ય સ્થાપવાની ઈચ્છા થઈ. ફકસ અને બર્ક જેવાની મૈત્રી વિચારભેદમાં તૂટી. શું અંગ્રેજોએ ટુઅર્ટ રાજાને કાઢી મૂક્યો ન હતો ? તેઓ શું જુલમી કાયદાની સામે નહોતા થયા ? પરંતુ ફ્રાન્સમાં એક પછી એક કરુણ બનાવ બનતા ગયા તેમ તેમ અંગ્રેજ લેકમત બદલાવા લાગ્યો. એડમંડ બે પિતાના ફેન્ચ રાજ્યવિપ્લવ ઉપર “ચિન્તન” એ નામના પુસ્તકમાં ફ્રાન્સમાં સ્વાતંત્ર્યને નામે ચાલેલી લૂંટ, હત્યા, અને અનાચાર પ્રત્યે અણગમો દર્શાવી ભવિષ્ય ભાખ્યું, કે લેકે સંયમ છોડી પિતાની વૃત્તિને છૂટી મૂકે છે, તેનું પરિણામ આખરે સારું આવવાનું નથી. સ્વતંત્રતાને નામે સ્વછંદ ચાલશે, અને બધાં નિયમન તૂટતાં દેશમાં અવ્યવસ્થા ફાટી નીકળશે. આવી અવ્યવસ્થાનો લાભ લઈ પ્રજાને નામે સૈન્યસત્તા બળવાન બની બેસશે, ૧. તે સમયને અંગ્રેજોનો ઉત્સાહ વઝવર્થના શબ્દમાં પ્રકટ થાય છે. Bliss it was in that dawn to be alive! But to be young was very heaven.
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy