SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ration)ને સભ્ય મેકલવાને હક મળ્યું હતું. તેઓ પ્રતિનિધિની જગાએની હરાજી કરી તેમાંથી શહેરને વહીવટ ચલાવતા લાંચરૂશ્વત પગલે પગલે હતી, અને તેના પ્રકાર અનેક હતા. સામાન્ય લોકોને મત આપ હોય, ત્યારે સભ્ય થવા ઇચછનારાઓ તેમને શરાબકબાબથી સંતુષ્ટ રાખતા, અને હજાર પૌડના ખર્ચમાં ઉતરતા. હિંદની અમલદારી ભોગવી આવેલા અનેક નવાબ” ઉપનામ પામેલા અંગ્રેજો આવે સમયે લખલૂટ ખર્ચ કરી બીજને ખર્ચના ખાડામાં ઉતારતા. પરાક્રમી પિતાને પગલે ચાલનારા દેશપ્રેમી પુત્રે આ સ્થિતિ ટાળવા માટે મતદારોની સંખ્યા વધારવાનો અને ઘસાઈ ગએલાં ગામડાને અધિકાર લઈ લેવાનો કાયદે કરવાનો સંકલ્પ કર્યો; પણ આવા કાયદાને ખરડો આણવાની રજા આપવામાં જબરો વિરોધ ઉત્પન્ન થયો, અને પિટ્ટનાં સ્વપ્ન ઉડી ગયાં. પરંતુ ત્યારથી દેશના રાજકીય જીવનમાં નવા વિચારેનાં બીજ રોપાયાં, અને તેના અંકુરે ઈ. સ. ૧૮૩૨માં ફૂટયા. લેકવૃત્તિનાં વહેણો હજુએ રોમન કેથલિકાની વિરુદ્ધ વહેતાં હતાં, છતાં ઈ. સ. ૧૭૭૮માં રેમન કેથેલિકને થોડી ઘણુ છૂટ આપવાની હીલચાલ થઈ. પરંતુ લૉર્ડ ર્જ્યોર્જ ગેડન નામના અવિચારી, ધર્મધ, અને મંદમતિ અમીરની સરદારી નીચે કેટલાક સંકુચિત દૃષ્ટિના પ્રોટેસ્ટન્ટો આવા ફેરફારથી ચમકી ઊઠયા. તેમણે કેથલિકને છૂટ આપવા વિરુદ્ધ અરજી કરી હતી, પણ કેટલેક રથળે તોફાન થયાં. ચેકીદારેની અછતને લીધે લંડન નગર આ તફાનીએને હસ્તક પડયું. આ દારૂડીઆ ધાડપાડુઓએ છ દિવસ શહેરમાં ઉત્પાત મચાવી મૂક્યું. રાજાએ અસાધારણ ધૈર્ય અને સાહસપૂર્વક સૈન્યની સહાયથી પ્રતિનિધિ હતો. ઇંગ્લેન્ડમાં આવાં ૩૪ સ્થળોએથી ૭૦ પ્રતિનિધિઓ આવતા. કોણ મોકલે એ જમીનના માલીક. આ રીતે ચૅર્જ બીજાના અમલના અંતમાં ડયૂક ઍબ્નોર્ફોક ૧૧, લોન્સડેલ ૯, અને ઉગટન ૭ સભાસદે મેલી શક્તાં હતા. ૧૬ સ્થળે ૧૦૦ મતદારે ૩૭ પ્રતિનિધિ મેકલે, અને ૪૬ સ્થાનોમાં માત્ર ૫૦ મતદારે ૯૦ પ્રતિનિધિ મોકલી શક્તા. વળી મતદાર બનાવવાનું ધોરણ પણ ક્યાં એક હતું! અને નિયમ તો હોયજ શાના? જે ઉજ્જડ સ્થાનમાંથી શ્રીમંત જમીનદારે પોતાનો માણસ એક્લતા, તે “Pocket Boroughs કહેવાય છે. જ્યાં થોડા મતદારે વધારે લાંચ આપનારને પ્રતિનિધિ તરીકે મેકલે, તે Rotten Boroughs કહેવાય છે.
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy