SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૫ તત્રમાંથી અનીતિનું બળ ઘટયું, અને લેકેને રાજ્યના આર્થિક પ્રશ્નોમાં રસ પડવા લાગે. વળી તે નિરંકુશ વ્યાપારને પાક્કો હિમાયતી હતા, એટલે તેણે . સ. ૧૭૮૮માં ફાન્સ જોડે વ્યાપારી સંધિ કરી. એથી બંને દેશમાં ઓછી જકાતે માલની આવજા થાય એવી વ્યવસ્થા થઈ, અને ઈંગ્લેન્ડના પરદેશી વેપારને ઉત્તેજન મળ્યું. વધારામાં તે દીર્ધદષ્ટિ યુવકને આયેન્ડ અને અમેરિકા જોડે આવી સંધિ કરવાની ઈચ્છા હતી, પણ તેમાં તે સફળ થઈ શકે નહિ. તેણે ઇ. સ. ૧૭૯૦માં કેનેડાને સ્વરાજ્યનો હપતે આપી ત્યાંના સંસ્થાનીઓને ઉપકારના બંધનમાં લાવી મૂકયા. આ પિટ્ટની નિષ્ફળતાઃ પરંતુ આ સમર્થ મંત્રીની નિષ્ફળતાએ તેની કીર્તિને કલશ ચડાવ્યો છે. તે સમયના વાતાવરણમાં તે નિષ્ફળ થયો, પણ તેણે કરવા ધારેલા અનેક સુધારા પાછળથી દેશમાં દાખલ થયા. એ ઉપરથી તે તરૂણું મંત્રીની શક્તિ, સમજ, અને દીર્ધદષ્ટિની પ્રતીતિ થાય છે. પરંતુ પિટ્ટ ગુલામગીરીના અમાનુષી વેપારને બંધ કરી શકે નહિ. નિર્દોષ મનુષ્યોની હાયથી સમૃદ્ધ થઈ જનારા અનેક અમીરોની નઠોરતા આગળ ન ચાલ્યા વિબરેફર્સના આસમાન જમીન એક કરનારા પ્રયત્નો, કે ન ચાલી પિટની અખલિત વાગ્ધારા. તેણે તે ભવિષ્યમાં થનારા ઈ. સ. ૧૮૦૭ અને ઈ. સ. ૧૮૩૩ના કાયદાનાં બીજ રોપ્યાં. જે કલંક્તિ યુગમાં લાંચ અને રૂશ્વત વધી પડી હોય, તેમાં પાર્લમેન્ટની સુધારણા કયાંથી થઈ શકે? પાર્લમેન્ટ અંગ્રેજ પ્રજાની પ્રતિનિધિન હતી; કારણ કે શ્રીમંત જમીનદારે પિતાના મનધાર્યા માણસોને પાર્લમેન્ટમાં મોકલી શકતા. કેટલાંક નગર પાછળથી સમૃદ્ધ થયાં, છતાં તેમને પ્રતિનિધિ મોકલવાનો અધિકાર મળ્યો નહોતે. એથી ઉલટું કેટલાંક ક્ષીણ થએલાં શહેરમાંથી હજુ પ્રતિનિધિઓ આવતા હતા. આ ઉપરાંત કેટલાંક શહેરમાં સમિતિ (Corpo ૧. આ સંબંધી કેટલીક રસિક વિગતે પાર્લમેન્ટની સ્થિતિ તપાસનારી સમિતિએ પિતાના નિવેદનમાં રજુ કરી છે. ઉદાહરણ તરીકે એલ્ડ સેરમમાં વસ્તી ન હતી, એટલે ત્યાંથી આવનાર માણસ પોતાની તૂટેલી દિવાલને અને ઘાસવાળા ઉકરડાને.
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy