SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ પિકના સુમરા આ તસ્ મંત્રી આગળ દેશના કેટલાક મહાપ્રશ્નો આવી પડ્યા. સંસ્થાને જોડેના વિગ્રહથી દેશ થાકી ગયો હતો, અને અઢળક દ્રવ્ય વપરાઈ ગયું હતું. વળી આયર્લેન્ડ અને હિંદ પ્રત્યે ડહાપણભરી નીતિ અંગીકાર કરી તેમને પણ સામ્રાજ્યનાં દઢ બંધને બાંધવાનાં હતાં, તેમજ ઇલેન્ડ વિરુદ્ધ થએલે યુરેપી રાજ્યોનો દેષ ટાળવાનો હતો. વલ્પોલની પેઠે પિટ્ટ અર્થમંત્રી હતો. તેના કારભારનાં પ્રથમનાં દસ વર્ષમાં શસ્ત્રોને ચમકાર કે વિજયગર્વની ઉન્મત્ત હાકલ જેવામાં આવતી નથી, પણ અખંડ શાંતિ અને સમૃદ્ધિને એકધારે પ્રવાહ વહે છે. તેણે નાને પિટ્ટ દેશમાં આયાત માલની જકાત ઘટાડી દાણચોરી અટકાવી; એટલે રાજ્યની આવક વધવાની સાથે લોકોને વસ્તુઓ સોંઘી મળવા લાગી. તેણે દાણચોરી અટકાવવાને વધુ કાર્યસાધક ઉપાયે લેવા માંડયા. જુદા જુદા પ્રકારની જકાતમાં જુદાં જુદાં ખાતાં માટે અધિકારીઓ રાખવા પડતા, પણ તેમના પગારને પ્રમાણમાં તેમને નહિ જેવું કામ કરવાનું હતું. પિકે બધાં ખાતાં એકઠાં કરી શોભાના અમલદારોને રજા આપી રાજ્યવહીવટમાં કરકસર દાખલ કરી. એ સાથે આરામ અને વિલાસની વસ્તુઓ ઉપર તેણે હલકા કરી નાખવા માંડ્યા. આમ તેણે પ્રજાઋણ ઘટાડયું એટલું જ નહિ, પણ દર વર્ષે નિયમિત રકમ પાછી ભરવા માટે સ્થાયી ભંડેળની યેજના દાખલ કરી. ઉપરાંત કરજ કરવાની જરૂર પડે ત્યારે અમુક વગદાર ધનિકોની સાથે ખાનગી ગોઠવણ ન કરતાં તેણે જાહેર હરિફાઈથી ઓછામાં ઓછા વ્યાજે નાણું લેવા માંડ્યાં, એટલે રાજ્ય
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy