SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ હાથમાંથી ગયાં. હવે હતાશ થએલા રાજાએ હિંગ નેતાઓનું શરણું લીધું, અને ચાર્લ્સ જેમ્સ ફેંકસને મંત્રીપદ આપ્યું. આ સમર્થ, ચતુર, અને બુદ્ધિ શાળી રાજદ્વારીએ ટેરી નૈર્થિને મંત્રીમંડળમાં લઈ “સંમિલિત મંત્રીમંડળ” (Coalition Ministry) બનાવ્યું. થોડા સમયમાં ફેકસે હિંદુસ્તાનને રાજ્યવહીવટ ઈસ્ટ ઈન્ડિઆ કંપનિને હાથમાંથી લઈ પાર્લમેન્ટને સોંપવાનો ખરડે આણ્યો. રાજા કહેવા લાગે, કે આ ખરડે મારા મસ્તક પરથી રાજમુકુટ લઈ ફીકસને શિર ઉપર મૂકવા જેવો છે. તે છતાં આમની સભાએ તે ખરડે મંજુર કર્યો, પણ રાજાની શેહમાં તણુનારા અમીરેએ તે નામંજૂર કર્યો. રાજાએ મંત્રીઓને રજા આપી ચેધામના તરણ પુત્ર વિલિયમ પિટ્ટને મંત્રી બનાવ્ય, ઈ. સ. ૧૭૮૩. નાને પિટ્ટઃ મહાપુરુષ એધામના આ ભાગ્યશાળી પુત્રને બાલ્યાવસ્થામાં પિતા પાસેથી ઉત્તમ સંસ્કાર મળ્યા હતા. તે પાતળો, નબળા આરોગ્યનો, સુકા ચહેરાનો, શાંત, અતડા સ્વભાવને, અને જ્ઞાનવૃદ્ધ હતા. તેનાં આત્મસંયમ અને દેશપ્રેમ જેટલાં ઉત્કટ હતાં, તેટલી તેની શક્તિ અમાપ હતી. તે માનચાંદની બેપરવા બતાવતે, છતાં તેની સત્તા ભોગવવાની તૃષ્ણ દેખાઈ આવતી. તે અભિમાની સ્વભાવનો, અડગ નિશ્ચયવાળો, અને પ્રબળ આત્મવિશ્વાસવાળો યુવક હતા. તેની અસાધારણ શક્તિની પિછાણ ઇ. સ. ૧૭૮૧માં તે પાર્લમેન્ટમાં આવ્યું તેવી થઈ તેની આવડત, કુનેહ, ચતુરાઈ, અને મનુષ્યનાં મન હરી લેવાની અતુલ શક્તિને લીધે આપત્તિકાળમાં ખાબે ચડેલા દેશના નાવનું સુકાન ચલાવવા માટે તે યોગ્ય પુરુષ હતું. તેના પિતાની પેઠે તેને દેશકલ્યાણની ધગશ હતી, અને પાર્લમેન્ટમાં ચાલી રહેલી લાંચરૂશ્વતની અધમ પદ્ધતિ પ્રત્યે તેને ઉડે તિરસ્કાર હતો. તેના પર રાજા અને પ્રજા બંનેની પ્રીતિ અને વિશ્વાસ હતાં. ઇતિહાસમાં તે નાના પિષ્ટ ને નામે મશહુર છે. ૧. ફોકસ કહેતો કે પિટ્ટ પાર્લમેન્ટમાં અગ્રણી છે. એડમંડ બર્ક પિતાના મિત્રનાં પુત્રનું ભાષણ સાંભળીને આંસુભરી આંખે કહ્યું હતું; “એ સિંહનું બચ્યું નહિ, આખું સિંહ પોતે .” હિ . પોતે છે.” - . . . . . . . . ૧૮
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy