SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ વખતે વેપારીઓ પાસેથી વેરો વસુલ કરે. દેશમાં ચાલતી દાણચેરીથી સરકારી આવકને ધક્કો લાગતું હતું. જે એ યોજના મંજુર થઈ હેત, તે વસ્તુઓ સોધે દરે મળી શકત, દેશના વેપારમાં વૃદ્ધિ થાત, ગરીબ ખેડુત ઉપર જમીનવેરે ઓછો થાત, લંડનનું બંદર યુરોપનું બજાર બનત, અને રાજ્યની આવક પણ વધત; પણ એ ભેજના પ્રમાણે સરકારી અમલદારો વેપારીની દુકાનમાં પડેલા માલની તપાસ કરી શકે એમ હતું. એ સાંભળી વેપારીઓ ભડક્યા, અને વિરોધીઓએ રજનું ગજ કરી મૂક્યું. હવે વૈધેલને અધિકારભ્રષ્ટ કરવાને સરસ અવસર આવ્યા. દેશનું સ્વાતંત્ર્ય હરાઈ જવા બેઠું છે, અને હવે અમલદારે અંગ્રેજોના ઘરમાં આવશે. એવા પિકારો ઊઠયા. પરંતુ વિચક્ષણ મંત્રીએ વિરોધનું પ્રમાણ કાઢીને કેજના પડતી મૂકી, અને પિતાનું પદ સાચવી રાખ્યું. વૈોલની દેશાંતર નીતિઃ વૅલ્પલના વિરોધીઓ તેની દેશાંતર નીતિ ઉપર વારંવાર આક્ષેપ કરતા. વૅલ્પલ યુરોપના વિગ્રહોથી દૂર રહેવાની ઈચ્છા રાખત. પૅર્જ ૧લાના અમલમાં તેણે ફ્રાન્સની સહાયથી યુરોપની શાંતિ જાળવી હતી, પણ હવે સંગ બદલાઈ ગયા. લુઈ ૧૫માને ઘેર પુત્ર જ, એટલે સ્પેનના ફિલિપને ફ્રાન્સનું રાજ્ય મળવાને સંભવ જ રહ્યો. હવે બંને રાજ્ય વચ્ચેના દ્વેષને અંત આવ્યો. તેમણે એક ખાનગી તહનામું કર્યું, કે સ્પેને અંગ્રેજો પાસેથી અમેરિકાને વેપાર લઈને ફ્રાન્સને સેપ, અને બદલામાં ફ્રાન્સ જીબ્રાલ્ટર પાછું મેળવવામાં સ્પેનને મદદ કરવી. આ કરારને “કૌટુંબિક કરાર' (Family Compact) કહેવામાં આવે છે. હવે ઈંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે સંસ્થાને અને વેપાર માટે કલહ ચાલે. - સ્પેનના અધિકારીઓ દક્ષિણ અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝના પ્રત્યેક બંદરે અંગ્રેજ વેપારને હરકત કરવા લાગ્યા, અને અંગ્રેજોને રંજાડવા લાગ્યા. પરંતુ બ્રિટિશ વેપારીઓ પ્રમાણિક ન હતા. ચૂકટની સંધિ પ્રમાણે પ્રતિવર્ષ અંગ્રેજોને દક્ષિણ મહાસાગરમાં એક વહાણ લઈ જવાની છૂટ હતી; પણ આવા વહાણની પાછળ નાનાં વહાણે છૂપી રીતે જતાં, એટલે મેટું વહાણ દિવસે ખાલી થાય અને રાત્રે ભરાતું જાય. અંગ્રેજો દાણચોરી કરીને પણ
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy