SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ દક્ષિણ અમેરિકાનાં બંદરામાં માલ ઉતારી દેતા. સ્પેન અને ઈંગ્લેન્ડને સંબંધ ખરાબ હતા, તેમાં આવા બનાવાથી સ્પેનિશ અધિકારી અંગ્રેજી વહાણની તપાસ ચલાવવા લાગ્યા. એથી અંગ્રેજ ખલાસીઓને ખાટું લાગવા માંડયું. કૌટુંબિક કરાર પછી આ અધિકારીએએ કેર વર્તાવ્યા. તેમણે જેન્કિન્સ નામના નાખુદાને કાન કાપી નાખ્યા, પણ જેન્કિન્સ કાપેલા કાન લઈ ઈંગ્લેન્ડ આવ્યો. તેણે સ્પેનિઆર્ટના જીલમેાની સાચીખોટી વાતે ચલાવી. આ અપમાનથી પ્રજા ક્રાધે ભરાઈ, અને વાલ્પાલના વિરાધીએએ સ્પેન જોડે યુદ્ધ કરવાની માગણી કરી. વા`ાલે વિષ્ટિ ચલાવીને સમાધાનની આશાએ યુદ્ધનો વિરોધ કર્યાં, પણ વિરેાધીઓ સામે તે નિરુપાય બની ગયા, અને તેણે ઇચ્છા વિરુદ્ધ સ્પેન સામે યુદ્ધ જાહેર કર્યું, ઇ. સ. ૧૭૩૯. લાકા હર્ષનાદ અને ઘંટાનાદ કરવા લાગ્યા, ત્યારે હતાશ વાલ્પાલ રાષમાં ખેલ્યા કે હમણાં તેએ ઘંટ વગાડે છે, પણ પછી તેએ હાથ ઘસશે.” "( આ યુદ્ધે વાપેાલની સત્તાનો અંત આણ્યા. વિગ્રહ નવ વર્ષ ચાલ્યા, પણ તે નિરર્થક અને અન્યાયી હતા. અંગ્રેજોએ પાર્ટ એલે જીત્યું, પણ કાચેંજીના જીતાયું નહિ; માત્ર નૌકાસેનાપતિ એન્સન ચાર વર્ષની પૃથ્વીપ્રદક્ષિણામાં સ્પેનનાં કેટલાંક વહાણો અને નગરે લૂંટી ધનના ઢગલા લાવ્યો. વાપેાલ યુદ્ધનીતિમાં પ્રવીણ ન હતા. યુદ્ધમાં થતું ખર્ચ તેને આકરૂં પડતું, અને તે યુદ્ધ ચલાવવા તરફ બેદરકાર રહેતા. તેના વિરધીએ વા`ાલને પરાજયનું મૂળ ગણતા. ઇ. સ. ૧૭૪૦માં આસ્ટ્રિની ગાદી માટે યુરોપમાં વિગ્રહ જાગ્યા, એટલે આ યુદ્ધ વીસારે પડયું. વાલ્પાલ તેમાં પડવા માગતા ન હતા, એટલે તેના વિરેધીએની સંખ્યા વધી ગઈ. યુવરાજ ફ્રેડરિક વાઢપાલની વિરુદ્ધ પેાતાની લગવગ વાપરતા હતા. તેની સહાયક અને હિતષિણી રાણી પરલેાક સિધાવી હતી. જો કે ખેલિંગધ્રોક રાજાના આગ્રહથી ફ્રાન્સથી પાછે। આવી પાર્લમેન્ટમાં દાખલ થયેા નહેાતા, છતાં વાપેાલના વિરાધીઓ ઉપર પ્રબળ પ્રભાવ પાડતા હતા. યૂટ્રેકટની સંધિ પાળીને સત્તાતુલા જાળવવાથી પણ પ્રજા કંટાળી હતી. હવે સંસ્થાનોના વિકાસ માટે જીસ્સાદાર, સાહસિક, અને તેજસ્વી નીતિ જોઈતી હતી. વા\ાલના દિવસેા ભરાઈ ગયા. હવે તે રાજ્યની લગામ રાખી શકે તેમ ન હતું. ઈ. સ. ૧૭૪૨માં તેણે
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy