SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ધાર્મિક પ્રજાજનોની સહાનુભૂતિ વાને બદલે દર વર્ષે તેમને મારી આપવાનો કાયદો પસાર કરવા માંડયો. પરંતુ તેની આર્થિક નીતિ વધારે યશસ્વી છે. ઈ. સ. ૧૭૩૦માં તેણે સંસ્થાનોને યુરોપનાં રાજ્ય જોડે વેપાર કરવાની રજા આપી, અને મિસર તથા ઈટલીનો વેપાર તેડી પાડી સંસ્થાનીઓને ખૂબ લાભ આપ્યો. તેણે અનેક વસ્તુઓ ઉપરની જકાત રદ કરી. જો કે તેની વેચાણવેરાની યેજના વિરોધીઓએ રદ કરી, તે પણ પાછળથી તે અમલમાં આવી, એ તેની અગમચેતીની સાક્ષી પૂરે છે. વૅલ્પલની દીર્ધદશ આર્થિક નીતિને પરિણામે દેશનો અને સંસ્થાનોનો વ્યાપાર વધવાથી સમૃદ્ધિ વધી. હવે મેન્ચેસ્ટર અને બર્મિંગહેમની વરતી વધી, લિવરપૂલનું બંદર આબાદ થયું, અને પ્રજાણ ઓછું થયું. વૅ લ આ સમર્થ અને પ્રભાવશાળી હતો, છતાં દેષરહિત ન હતો. તેનામાં ગમે તેટલી દેશભક્તિ હોવા છતાં સત્તાની ભૂખ હતી. એથી તેણે કુટિલ નીતિનો ઉપયોગ કરી પાર્લમેન્ટમાં ઉપરીપદ ટકાવી રાખ્યું. તે સાન અકરામ, લાંચરૂશ્વત, ખિતાબ, સનંદ, પરવાના અને રોકડ નાણું, એ સર્વની સભ્યોમાં લહાણી કરી પાર્લમેન્ટમાં પોતાની બહુમતી જાળવી રાખતો. તે બેધડક કહેતો કે દરેક માણસનું કંઈ ને કંઈ વશીકરણ હોય છે. તે સમયમાં પાર્લમેન્ટના હેવાલ પ્રસિદ્ધ થતા નહિ, તેથી સભ્યોએ કયી તરફ મત આપે તે ગુપ્ત રહેતું; એટલે એ યુગમાં સભ્યો મત વેચવામાં આનાકાની કરતા નહિ. વૅલ તેજષી હતા, અને પિતાના સમવડીઆને સાંખી શકતે નહિ. તેને સર્વના ઉપરી થઈને રહેવું હતું, એટલે પ્રભાવશાળી મનુબને તે મંત્રીમંડળમાં રાખતે નહિ. તેણે નિર્જીવ કારણસર રાજાના કૃપાપાત્ર કાર્ટરેટ અને ટાઉનશેન્ડ જેવા સમર્થ પુરુષોનો સાથ છેડી દીધું. તેની આ આત્મઘાતી નીતિથી બુદ્ધિમાન હિગ અગ્રેસરો વિરોધી પક્ષમાં ભળ્યા. તેમણે દરેક કાર્યમાં વૅલને વિરોધ કરવા માંડે. ઉપચંતા વિલિયમ પિદે જુદી પક્ષ (Patriots) સ્થાપી વૈોલની નીતિ સામે બાથ ભરી, પણ વૈોલ કશાને ગણકારતે નહિ. વેચાણવેરાની યોજના: ઈ. સ. ૧૭૩૩માં વૈોલે એવી યોજના રજુ કરી, કે તમાકુ અને દારૂ ઉપર આયાત વખત જકાત ન લેતાં વેચાણ
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy