SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૫ કાળમાં દેશદ્ધારક તરીકે તે આગળ આવ્યો. અમીરોના કાયદાનો વિરોધ કરીને પ્રકાશમાં આવેલા વૅલ્પલના હાથમાં ર્જ્યોર્જ ૧લાએ રાજ્યતંત્ર સોપ્યું હતું. મંત્રી તરીકે વૅલ્પલની નીતિ શાંતિ સ્થાપી સમૃદ્ધિ વધારવાની હતી. તે કહે કે “દેશમાં કઈ ભયંકર સાગ તે વિગ્રહ છે; કારણ કે વિગ્રહ ચાલે ત્યાં સુધી નુકસાન સહન કરવું પડે છે, અને પૂર્ણ થાય ત્યારે મોટે લાભ મળી જ નથી.” યુરોપનાં બીજાં રાણે વિગ્રહ માંડીને સમય, સાધન અને શક્તિનો અપવ્યય કરી રહ્યાં હતાં, ત્યારે વૈલે દેશની શક્તિને સન્માર્ગે વાળી લેવાનો પ્રયત્ન કર્યો. તે માનતો હતો કે રાજ્યક્રાન્તિ પછી દેશમાં વિરોધ ઊઠે એવા સુધારા કરવાની જરૂર નથી. દેશમાં સ્થિરતા આણી સમૃદ્ધિ વધારવાનું કાર્ય આ સમયે અત્યંત ઉપયોગી હતું. પોતાની વાણીની અદ્દભુત છટાથી તે સર્વ પક્ષને વશ રાખી શકતો, અને વિરોધ થાય ત્યારે વાદગ્રસ્ત પ્રશ્નને કેટલી હદ સુધી ખેંચી જ અને કયાં નમી પડવું એ તેને આવડતું હતું. ઈ. સ. ૧૭૨૩માં તેણે વુડને આયર્લેન્ડ માટે તાંબાના અર્ધા પિન્સના સિક્કા પાડવાનો પરવાનો આપે, પણ તેથી આયલેન્ડની પાલમેન્ટનું સ્વમાન જખમાયું. તેમણે વાંધો ઉઠાવ્યો કે આ પરવાનો અમેજ આપી શકીએ. એથી દેશભરમાં રોષ પ્રકટ, અને સ્વિફટ નામના લેખકે કેટલાક પત્રો પ્રકટ કરી એ રેષને પ્રજવલિત કર્યો. ચતુર વૈોલે સાવધાનીથી એ પરવાનો ખેચી લઈ આયર્લેન્ડને છંછેડવાની બાબત મૂકી દીધી. તેણે પિતાને પક્ષ મજબુત કરવા કસોટીના કાયદાનો ભંગ કરી ૧. તેની કુનેહનું બીજું ઉદાહરણ આ પ્રમાણે છે. ઇ. સ. ૧૭૩૬માં વિલ્સનને દાણચેરી માટે ફાંસીએ ચડાવવાનો હુકમ થયો. પરંતુ લોકોને વિલ્સનના શૌર્ય માટે આદર હતો, એટલે તેમણે જલ્લાદ અને સૈનિકો ઉપર પથરો ફેંક્યા. એથી લક્ષ્મી અમલદાર પિચ્યુંઅસે ગોળીબારનો હુકમ આપ્યો. તેના પર કામ ચલાવી તેને દેહાંતદંડની સજા ફરમાવી, પણ લંડનથી હુકમ આવ્યો કે સજા છેડે વખત મુલતવી રાખવી. લોકોમાં વાત ચાલી કે તેને છોડી દેશે, એટલે તેઓ વિફર્યા. તુરંગના દરવાજા તેડી લોકે ગુનેગારને ખેંચી લાવ્યા, અને તેને ફાંસીએ લટકાવી દીધો. એથી સરકારે એડિનખરની સનદ ખેંચી લેવાનો અને તેનો કિલ્લો તોડી નાખવાનો નિર્ણય કર્યો. પરંતુ લોકે જુસ્સાભેર સામા થઈ ગયા, અને આખરે વૅલ્પલને પ્રજાની રૂખ જોઈને નમતું આપવું પડયુંઃ માત્ર પિસ્યુઅસની વિધવાને પાર્લમેન્ટ પાસેથી ડાં નાણુ અપાવવામાં આવ્યાં.
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy