SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ રજૂ જર્યોજે બીજેઃ ઇ. સ. ૧૭ર૭–૧૭૬૦ જોજે બીજે આ રાજા ૪૪ વર્ષની પુખ્ત વયે ગાદીએ બેઠો. પિતાની પેઠે તે પણ આચારવિચારમાં જર્મન હતો. તેને વરની તુલનામાં તેને મન બ્રિટનનો હિસાબ ન હતો. તે જક્કી, લેબી, તામસી, અને સાહિત્ય કુળાને દ્વેષી હતા. તેનામાં કાર્યનો ઉકેલ કરવાની શક્તિ હતી, છતાં તે દંભી હતું. તેને બીજાના કામમાં હાથ નાખી શ્રેષ્ઠતા બતાવવાનો શોખ હતો. તેને યુદ્ધકળાની આવડત હતી, તેથી તેને “રણવીર' તરીકે નામના મેળવવાની આકાંક્ષા રહેતી. તેની રીતભાત અણઘડ હતી, છતાં તેનું વર્તન સરળ અને નિષ્કપટી હતું. તે ભાંગ્યું તૂટયું અંગ્રેજી બેલી જાણત, અને અંગ્રેજ લેકાચારનું થોડું જ્ઞાન ધરાવતે. પિતા પ્રત્યે તેણે કદી પ્રીતિ દર્શાવી ન હતી, અને તેની રાજનીતિથી વિરુદ્ધ વર્તવાનો નિશ્ચય કરીને તે ગાદીએ આવ્યો હતો. સર્વ માનવા લાગ્યા કે હવે વૈલ્પલનો અસ્ત થશે. પરંતુ ચૅર્જ પર તેની રાણીનો પ્રભાવ પડતો. તે બુદ્ધિમતી અને ચતુર સ્ત્રીની સમજાવટથી રાજાએ વૉલ્પલને મંત્રીપદે રાખે. - સર રેંબર્ટ વૈપોલઃ આ મહાન અર્થશાસ્ત્રી નોકના સામાન્ય જમીનદારને ઘેર જ હતું. તેને લખતાં વાંચતાં આવડતું ન હતું. વિદ્યાકળા કરતાં સ્વાદિષ્ટ ભોજન, શરાબ અને શિકારનો તે શોખીન હતા. તેની રીતભાત અણઘડ હતી, અને તેની ભાષામાં કંઈ સંસ્કાર ન હતા છતાં તેનામાં ઉદ્યમપરાયણતા, એકાગ્રતા, વૈર્ય, ચાતુરી, વ્યવહારકુશળ બુદ્ધિ અને અસાધારણ મનુષ્ય પરીક્ષાના ગુણે હતા. પિતાના મરણ પછી તે હિગ પક્ષના અનુયાયી તરીકે પાર્લમેન્ટમાં ગયો, અને ત્યાં સાવધાન, ઉત્સાહી, વાકચતુર, અને મહત્ત્વાકાંક્ષી યુવક તરીકે પ્રસિદ્ધ થયે. એનના સમયમાં તેને વિશ્વાસઘાતના આરોપસર કેદમાં નાખવામાં આવ્યો હતો. પરંતુ તેણે આપબળે મહત્ત્વાકાંક્ષા પૂર્ણ કરી. દક્ષિણ મહાસાગરના પરપોટાના આપત્તિ
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy