SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૩ જેમ્સને પક્ષ મૂકી દઈ હેનેવર વંશને સ્વીકાર કર્યો, અને કાન્સના રાજ્ય ઉપરથી હાથ ઉઠાવી લીધું. તેણે ચૂકટની સંધિ પાળવાનું વચન આપ્યું, .અને તે ચતુરાજ્ય સંધિમાં ભળ્યો. - આમ એનાપની દેશાંતર નીતિને સંપૂર્ણ વિજય થયો. હવે ઈગ્લેન્ડના પ્રતિસ્પર્ધીઓ તેની મૈત્રી યાચવા લાગ્યા, અને જે કેબાઈટ કાવાદાવા શમી ગયા. જ્યોર્જનો વંશ દઢ સ્થપાયે, અને દેશમાં વિહગ પક્ષનું પ્રાબલ કાયમ રહ્યું. પરંતુ દક્ષિણ મહાસાગરના પરપોટાથી સ્ટેનોપની આર્થિક નીતિ નિષ્ફળ ગઈ. રાજાએ લેકમતને માન આપીને અને વૈલિની શક્તિની કદર કરીને તેને મુખ્ય મંત્રી બનાવ્યો, એટલે દેશદ્વારના કાર્યને પ્રગતિ આપવાને ભાર વૅલને શિરે આવી પડે. મરણ ઈ. સ. ૧૭૨૭માં જર્જ હેનેવરના પ્રવાસે ગયો હતો, ત્યાં જૂનની ૧રમીએ એચિત મરણ પામે. તે કઠોર, હૃદયશૂન્ય, સ્વાર્થી, અને જુલમી હતો. તેણે કુટુંબના સુખને ખ્યાલ પણ કર્યો નહોતો. તેણે રાણીને ત્રીસ વર્ષ સુધી બંદીખાને રાખી હતી, અને તે એકના એક પુત્રનું મોં સરખું પણ જેત નહોતે. પરંતુ તેનામાં ચારિત્ર્યની ઋજુતા, અડગ ધેર્ય, અને કર્તવ્યપરાયણતા જેવા ગુણ હતા. - જર્જના અમલમાં રાજ્યબંધારણમાં અગત્યનું તત્ત્વ દાખલ થયું, તે એ કે પ્રધાને વધારે સ્વતંત્ર થતા ગયા. જ્યોર્જને રાજકાજમાં રસ પડતો નહિ, તેથી તે મંત્રીમંડળની સભામાં ભાગ્યેજ જતો. આથી “મુખ્ય મંત્રી ની જવાબદારી વધી પડી. રાજાની ગેરહાજરીમાં મંત્રીમંડળ નિર્ણય કરવા લાગ્યું. વળી રાજાને અંગ્રેજી આવડે નહિ, અને મુખ્ય મંત્રી વલ્પોલો જર્મન આવડે નહિ, એટલે બંને લેટિનમાં વાત કરતા; અને બંનેનું લેટિનનું શાન એવું અધુરૂં હતું, કે રાજા કેઈ વાર પૂરી રીતે વાકેફ થઈ શકતો નહિ. પરિણામે મંત્રીમંડળ કર્તાહર્તા થઈ પડયું. તેમાં પણ વૈધેલ કેટલીક વાર પિતે નિર્ણય કરી લેતા. આમ પરદેશી રાજના આકસ્મિક આગમનથી મુખ્ય મંત્રીનું પદ સ્થાપિત થયું.
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy