SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ ત્યાં દેશપરદેશની ખબરે, વેપારસમાચાર, રાજદ્વારી પ્રશ્નો, અને મેટાં કુટુંબોની કુથલીઓ વિષે ચર્ચા થતી. કોઈ સ્થળે કડકડતાં કપડાં પહેરીને રાજપક્ષના માણસે બેઠા હોય, તે કોઈ સ્થળે સાદા વેશવાળા મ્યુરિટને હાથમાં માળા ફેરવતા, બેડું માથું હલાવતા, ગુફતેગું કરી રહ્યા હોય, તો કઈ સ્થળે ડ્રાઈડનની સાહિત્યચર્ચા સાંભળવા માટે સાહિત્યરસિકે એકઠા મળ્યા હોય. આ કાફીખાનાં તે સમયે કલબ, પુસ્તકાલય, સભાગૃહ, અને ધર્મસ્થાનની ગરજ સારતાં હતાં. ૫. સાહિત્ય સત્તરમા સૈકાને પૂર્વાર્ધ એ સાહિત્યને શુષ્ક કાળ હતો. લોકેનાં વ્યગ્ર ચિત્તમાં ભવ્ય વિચાર કે તેજસ્વી કલ્પના આવી શકતાં નહિ, એટલે તે સમયનું સાહિત્ય અલ્પજીવી અને મધ્યમ શ્રેણીનું થયું. પરંતુ આંતર વિગ્રહ પછી સાહિત્યને પ્રવાહ સમૃદ્ધ થવા લાગ્યો. આંતર વિગ્રહ, કેન્વેલનો અમલ, કેથલિકાનો ભય, ફેન્ચ જોડે વિગ્રહ, અને રાજ્યક્રાન્તિ જેવા દીલ ઉશ્કેરી મૂકનારા બનાવે વિષે છુટક કે ગ્રંથબદ્ધ વિચારે, અભિપ્રાય અને ટીકાઓ પ્રકટ થવા લાગી. આ સમયમાં વર્તમાનપત્રોની શરૂઆત થઈ તે સમયનાં વર્તમાનપત્ર અઠવાડીઆમાં બે ત્રણ વાર પ્રસિદ્ધ થતાં. તેમાં મુખ્ય વર્તમાનપત્ર લંડન ગેઝેટ ” હતું. આ પત્રો ઘેર ઘેર ફરતાં, અને તેમાં નામના સમાચાર આવતા. પાર્લમેન્ટના હેવાલો કે રાજ્યપ્રકરણી વૃત્તાંત તેમાં પ્રસિદ્ધ થઈ શકતાં નહિ. ઈ. સ. ૧૬૯૪માં વિલિયમે છાપખાના પરનો અંકુશ દૂર કરી સાહિત્યની ગતિને વેગ આપ્યો. આથી રાજ્ય તરફથી નિમાએલા નિરીક્ષકને લેખ બતાવવાના રહ્યા નહિ, એટલે કે પોતાના વિચાર નીડરપણે પ્રકટ કરવા લાગ્યા. એડિસન અને સ્ટીલ જેવા મર્મજ્ઞ લેખકે એ “કેટલર” અને સ્પેકટેટર” જેવાં સાપ્તાહિકમાં માર્મિક અને કટાક્ષમય લેખો આપીને પ્રજાના રાજ્યદ્વારી અને ધાર્મિક આંતર કલહ કેટલા હાસ્યપાત્ર છે એ સમજાવ્યું. એ લેખો હિગ અને ટોરી પક્ષે વચ્ચેનો વિરોધ શમાવવાની સેવા કરનારા છે. આ યુગમાં મહાકવિ મિલ્ટને બાઈબલની કથાને આધાર લઈ તેને તેજોમય કલ્પનાએ રસી. તેણે ભવ્ય અને ગંભીર વાણમાં માનવીના અધઃ
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy