SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૩ પાતનું વર્ણન આપતું પેરેડાઈઝ લાસ્ટ” નામનું મહાકાવ્ય રચી પ્યૂરિટન ધર્મના આદર્શો મૂર્તિમંત કર્યાં, અને પોતાના અંધાપાના દિવસે માં ‘સેમ્સન એગાનિસ્ટીસ ' લખી આશ્વાસન શોધ્યું પ્રસિદ્ધ દર્શનશાસ્ત્રી લાક, અને ગણિતશાસ્ત્રી ન્યૂટને આ યુગમાં પેાતાના પાંડિત્યના પરિચય આપનારા શાસ્ત્રીય ગ્રંથ રચ્યા. પ્રસિદ્ધ કંસારા જ્હાન અનિયને ‘ભક્તપ્રયાણ’ લખી પ્યૂરિટનેાના ધર્મનું આંતર રહસ્ય ઉધાડું કર્યું. મેલિંગપ્રોકને વર્તમાનપત્રામાં કટાક્ષમય આખ્યાયિકાઓ અને લેખા લખી મદદ આપવા માટે મશહૂર થએલા ડીન સ્વિફ્ટે ગુલિવરની મુસાફરીનું હાસ્યરસિક અને માર્મિક વર્ણન આપી તે સમયની રાજ્યદ્વારી પરિસ્થિતિનું રૂપક રજુ કર્યું. અનેંટે તે સમયને ઇતિહાસ સાચવી રાખ્યા, અને પેપિસે રાજનિશીમાં રસિક નોંધ લખીને ઇતિહાસ અને સાહિત્યની ગુંથણી કરી. રાબિન્સન ક્રૂઝેની અસંભવિત પણુ લોકપ્રિય વાર્તાના લેખક ડેનિયલ ડીફેા, અને અંગ્રેજી ગદ્યને ઘડનાર અને તેને વિશિષ્ટ ઝોક આપનાર ડ્રાઇડન પણ આ યુગમાં થયા. કાલી, હેરિક, જીવનના ક્ષુદ્ર વિષયે।ને પદ્યમાં ગોઠવી દેનાર સુપ્રસિદ્ધ કવિ પાપ, અને હુડીબ્રાસનો લેખક, તેમજ પ્યૂરિટનોનો માર્મિક પરિહાસ કરનાર બટલર એ આ જમાનાના કવિએ હતા. ડ્રાઈડને ચાર્લ્સ અને ન્ડિંગ પક્ષ વચ્ચે થયેલા કલહનાં રૂપ‰ા લખી કવિ તરીકેની ગણના મેળવી. . સત્તરમા અને અઢારમા સૈકાના સાહિત્યમાં ધીમે ધીમે ફેરફાર થતા જણાઈ આવે છે. આરંભના ગ્રંથા પાંડિત્યપૂર્ણ હાઈ કઠણ શૈલીમાં લખાતા હતા, તેથી અભ્યાસકા અને વિદ્વાનો માત્ર તેનો ઉપયોગ કરી શકતા, જ્યારે સામાન્ય પ્રજાવર્ગ આ લાભથી વંચિત રહેતા. ધીમે ધીમે સાહિત્ય સમસ્ત પ્રજાને મહામૂલા વારસા છે એ ભાવના પ્રગટી, એટલે ગ્રંથકારા સરળ અને સુખાધ ભાષામાં લખવા લાગ્યા. પરિણામે અંગ્રેજી સ.."માંથી કર્કશ શૈલીના લાપ થઈ ને સરળ, મધુર, અને પ્રસાદયુક્ત શલીને પ્રવેશ થયે. સાહિત્યના પ્રચાર વધતા ગયા, તેમ પ્રજા ઉપર ઉત્તમ સંસ્કાર પડવા લાગ્યા, એટલે તેમની મનોદષ્ટિ વિશાળ અને ઉદાર થઈ, અને તેમનામાં મતાંતરસહિષ્ણુતા આવવા લાગી.
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy