SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ર8. જમીનદાર વર્ગની અવનંતિ થતી ગઈ. હવે રાજ્ય તરફથી આર્થિક પ્રશ્નો ઉપર ધ્યાન અપાવા લાગ્યું, વેપારના રક્ષણાર્થે પરદેશ જોડે યુદ્ધ કરવામાં આવ્યાં, અને નૌકાસૈન્યની વૃદ્ધિ કરવામાં આવી. ઈગ્લેન્ડની બૅન્કની સ્થાપનાથી થએલા લાભને વિચાર કરી બીજી બૅન્ક કાઢવામાં આવી, અને વેપારની ઋદ્ધિમાં દેશની સમૃદ્ધિ રહેલી છે એ સૂત્ર સમજાયું: | દરમિઆન ઈલેન્ડમાં હિંદનાં ઉત્તમ પડાં આવી પહોંચ્યાં. લુઈ ૧૪મએ દેશપાર કરેલા પ્રોટેસ્ટન્ટ કારીગરોને ઈગ્લેન્ડે શરણ આપી દેશનો ઉદ્યોગ ખોલો. હોલેન્ડના ઈજનેરોએ આવીને દેશની જમીનને ખેડવાલાયક બનાવી. હજુ ગામડાના લેકે માટે ખાસ બજાર કે મેળા ભરાતા, અને લેકે ઘેડા કે ખચ્ચર ઉપર બેસીને ત્યાં જતા. ઇંગ્લેન્ડની સમૃદ્ધિ અશાંતિના કાળમાં વધી. તે સાથે દેશમાંથી ભિખારીઓની સંખ્યા ઘટી. ૪. સમાજ ટયુડરસમયથી ધનિક લેકે છુટા મકાનમાં રહેવા લાગ્યા. તેઓ રમતગમત, શિકાર, કે બીજા વિનોદમાં સમય વીતાવતા. જુવાન છોકરા કેમ્બ્રિજ કે ઐકસફર્ડનાં વિદ્યાપીઠમાં અભ્યાસ કરવા જતા, અથવા કઈ ધંધાદારીને ત્યાં શિખાઉ તરીકે નોકરી કરતા. જમીનદારે ગામડામાં ન્યાયાધીશ અને પિોલીસ અમલદારનું કામ કરતે. તે ન્યાય આપો, દંડ કરતે, ગામની ચેકી કરાવત, લકે બરાબર ધર્મ પાળે છે કે નહિ અને રવિવારે પ્રાર્થના કરવા જાય છે કે નહિ તેની દેખરેખ રાખતો. શહેરમાં પુખ્ત વયના માણસો ચોકી કરતા, અને ગામડાંમાં ખેડુતે ચેક કરતા, એટલે પોલીસને ખપ શાને પડે? ગામડાના લેકે એકંદરે શહેરી જીવન ગાળવાનો પ્રયત્ન કરતા; કેમકે લંડનને પ્રભાવ આખા દેશ પર પતે. તેમની પાસે લંડનમાં જઈ રહેવાનાં નાણું નહતાં, એટલે તેઓ દિવસે શિકાર ખેલે, અને સાંજે દારૂ પી મસ્ત બને. ખેડુતો સાદું, ઉદ્યોગી, અને નિયમિત જીવન ગાળી ગુજરાન જોયું રળી લેતા. સ્ત્રીઓ ઘરનું કામકાજ કરતી. રેટલી કરવામાં, અથાણાં અને શાક તૈયાર કરવામાં, દારૂ ગાળવામાં, કે મસાલે બનાવવામાં તેમના ગુણની પરીક્ષા થતી. ચાનો ઉપયોગ તે સમયે નજીવો થત, એલે બપોરે
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy