SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૯ ૩. ઉદ્યોગ અને વાણિજ્ય : ટુઅર્ટયુગમાં લગભગ ૪ ભાગની જમીન ખેતીના કામમાં વપરાતી, છતાં ખેતી કરવાની પદ્ધતિમાં ખાસ સુધારો થયો નહોતો. કેટલીક જમીન વણખેડેલી પડી હોય. ઠેરઠેર ખાડામૈયા અને પ્રાચી હોય. જંગલી ડુક્કર, હરણ, સસલાં અને રાની બિલાડાં પાકને નુકસાન કરતાં હોય, અને ખેડુતો જુના ચીલામાં ખેતી કરતા હોય; છતાં એકંદરે તેમની સ્થિતિ ઠીક હતી. હજુ ગામડાંમાં થોડી જમીન અલગ રાખી તેમાં ખેડુતોનાં મરઘાં, બતક, ડુક્કર અને ગાયોને ઉછેરવામાં આવતાં. ખેતી ઉપરાંત ખેડુત અને તેનાં સ્ત્રીપુત્રો વણવા કાંતવાનું અને મજુરીનું કામ કરીને આવક વધારતાં. ' તે સમયે લંડન, બ્રિસ્ટલ, અને રિચ શહેરમાં ઔદ્યોગિક પ્રવૃત્તિ ચાલતી. લોખંડના સામાન માટે પ્રસિદ્ધ થએલા શેફીલ્ડને હજુ ઉદય થયો ન હતો, અને મેન્ચેસ્ટર તથા લીડઝ માત્ર કચ્છા હતા. એક શહેરથી બીજે શહેર જવાના રસ્તા ગદા, સાંકડા, ધૂળવાળા અને ખાડાવાળા હતા. ગાડીઓ કાદવમાં ખેંચી જાય, તે પાસેના ખેતરમાંથી ૬-૮ બળદ લાવીને જોડવા પડતા. ચેર, ઠગારા, અને ધાડપાડુઓનો ત્રાસ એટલે હતા, કે વળાવા વિના વેપારીઓ ભાગ્યેજ નીકળી શકતા. ગાડીઓમાં માલ ભરીને એક ગામથી બીજે ગામ લઈ જવામાં આવતો અને મુસાફરો માટે ટપ્પા ચાલતા. શહેરમાં વેપારીઓની દુકાન પર ધંધો સૂચવનારી જાતજાતની નિશાનીઓ રાખવામાં આવતી. આ સમયમાં પરદેશ જોડે વેપાર વધ્યો. આફ્રિકા, અમેરિકા, અને હિંદુસ્તાનમાં વેપારીઓએ થાણ નાખ્યાં. આથી મધ્યમ વર્ગની ઉન્નતિ સાથે ૧. આ પ્રમાણે માલ લઈ જવાની રીત એવી સર્વમાન્ય થઈ પડી, કે હાડવાળાની રેજી બંધ પડી. તેઓ લાચાર થઈને કહેવા લાગ્યા – ' ' Carroaches, coaches, jades, and flanders wares, Do rob us of our shares, our wares, our fares; Against the ground we stand and knock our heels, Whilst all our profit runs away on wheels.
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy