SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭ વવા અમલદારોને પરગણાંમાં મેકલ્યા. સૌ જાણતા હતા, કે રાજા આ કરજ પાછું વાળવાનો નથી. ઉપરાંત સાધારણ માણસોને લશ્કરમાં જોડાવાની ફરજ. પાડવામાં આવી, અને સિપાઈઓને ખાવાપીવાને બંદોબસ્ત લેકેએ કરી આપ એ હુકમ કાઢયો. લોકોને ખુશી કરી જશ ખાટી જવાના હેતુથી બકિંગહામે ફ્રાન્સ જોડે લડાઈ ચલાવી, પણ તેનો ધારેલે દાવ નિષ્ફળ ગયો; ઉલટું પરાજયની ભોંઠપથી પ્રજાના ક્રોધાગ્નિમાં ઘી રેડાયું. રાજાની આપખુદીને સુમાર ન રહ્યો. તેણે શાંતિના સમયમાં લશ્કરી કાયદે જાહેર કરી લેકને બંદીખાને નાખવા માંડયા. હા જી હા કરનારા ન્યાયાધીશે રાજાના કામને વાજબી ઠરાવતા, અને આપખુદ અમલમાં સહાયરૂપ બનતા. એથી લેકને લાગ્યું કે કાયદાની રૂએ પણ તેઓ રક્ષણ મેળવી શકે તેમ નથી. ઈ. સ. ૧૬૨૮માં ત્રીજી પાર્લમેન્ટ મળી. પણ તેમાં ચૂંટાએલા સભ્ય અડગ અને નિર્ભય હતા. સર જન ઈલિયટ અને પિમે ખરડો ઘડી કાઢ્યા અને તેને રાજા મંજુર ન કરે, ત્યાં સુધી નાણાં આપવાની ચોકખી ના પાડી. આ કાયદાને “હકની અરજી” (Petition of Right) કહેવામાં આવે છે. આમાં રાજા પાસે ચાર માગણીઓ કરવામાં આવી. ૧. પાર્લમેન્ટની સંમતિ વિના રાજાએ કોઈની પાસેથી બળાત્કારનાણાં લેવાંનહિ. ૨. કંઈ પણ કારણ બતાવ્યા વિના કોઈને કેદમાં નાખવો નહિ. ૩. શાંતિના સમયમાં લશ્કરી કાયદો દાખલ કરે નહિ. ૪. સિપાઈઓને ખવડાવવા માટે ખાનગી આસામીઓને ફરજ પાડવી નહિ. આ માગણીઓ મંજુર કરવાથી ચાર્સનું કર્યુંકારવ્યું ધૂળમાં જાય એમ હતું, પણ અત્યારે બીજો ઉપાય ન હતે. લડાઈ અને ઉડાઉ ખર્ચીને બે એટલે બધે હતું, કે રાજાને આ અરજીમાં સહી કરવી પડી. જો કે ન્યાયાધીશોએ રાજાને સમજાવ્યો હતો, કે આ અરજીમાં સહી કર્યાથી કઈ પણ પ્રકારનું બંધન નડતું નથી, પરંતુ આ હકપત્રિકામાં રાજાની સહી થવાથી લેકેને આનંદ થયો. ઉમરાવોની સભામાં રાજાની સહી કર્યાની વાત જાહેર થઈ, ત્યારે સભ્યોએ હર્ષનાદ કર્યો, આખા દેશમાં એ ખબર ફેલાતાં લોકોએ
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy