SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ ઉજાણી કરી: પરંતુ ચેડા સમયમાં રાનનીઃ મનેવૃત્તિ પ્રકટ થઈ. તેને તે નાણાં જોઈતાં હતાં. નાણુાં મળ્યાં એટલે વચન પાળવાની દરકાર નહોતી.૧અર્મિંગહામનું ખૂનઃ ઈ. સ. ૧૬૨૮. આ વર્ષમાં એક અણુધા બનાવ બન્યા. બકિંગહામે ફ્રાન્સ પર બીજી ચડાઈની તૈયારી કરવા માંડી, અને લશ્કરને રવાના કરવા તે પાર્ટસ્મથ ગયે. ત્યાં ફેલ્ટન નામના લશ્કરી અમલદારને કંઈક અન્યાય થયા, એટલે તેણે અકિંગહામ પર વેર લેવાના નિશ્ચય કર્યાં. તેણે લાગ જોઈ ને અર્મિંગહામની છાતીમાં ખંજર ભાંકી તેને પ્રાણુ લીધા. તેના પર કામ ચલાવવામાં આવ્યું, ત્યારે તેણે કહ્યું કે બકિંગહામને દેશને શત્રુ જાણીને મેં માર્યાં છે. બકિંગહામના મૃત્યુથી પાર્લમેન્ટ અને ચાર્લ્સ વચ્ચેની તકરારનું મોટું કારણ દૂર થયું, છતાં ચાર્લ્સના માર્ગ જેવે ને તેવાજ હતા. ‘ હકની અરજી 'માં સહી કર્યા છતાં તે પ્રમાણે વર્તવાના તેને વિચાર નહાતા. તેણે પાર્લમેન્ટે મના કરેલી જકાતા ઉઘરાવવા માંડી, અને જે ના પાડે કે સામા થાય તેમને બંદીખાને મેાકલવા માંડયા.. પાર્લમેન્ટે રાજાનાં ગેરવાજી કામેા સામે સખત વિરાધ ઉડાવ્યેા. તે સમયે ધર્મખાતામાં થતા કેટલાક ફેરફારા પાર્લમેન્ટને પસંદ ન હતા, તેથી એવા ઠરાવ આવ્યો કે જેઓ ધાર્મિક વહીવટમાં સુધારા કરે, અને વધારાની જકાત ઉધરાવે કે આપે, તે સર્વ દેશના શત્રુ છે. પ્રમુખે કહ્યું કે રાજાતા હુકમ થયા છે કે સભા બરખાસ્ત કરવી.” પરંતુ કેટલાક સભ્યોએ સભાગૃહનાં બારણાં વાસી દીધાં; એ સભ્યોએ પ્રમુખનાં ઝભ્ભો પકડી તેને ખુરસી પર બેસાડી રાખ્યા, અને સભાનું કામ આગળ ચાલ્યું. આ સાંભળી ક્રોધાંધ રાજાએ પાર્લમેન્ટ વિસર્જન કરી, અને ઇલિયટ વગેરે આગેવાનને કેદમાં નાખ્યા, ઇ. સ. ૧૬૨૯. સ્ટ્રેર્ડઃ ઇ. સ. ૧૬૨થી ૧૬૪૦ સુધી રાજાએ પાર્લમેન્ટ વિના આપખુદ અમલ ચલાવ્યા. તેનેા મુખ્ય સલાહકાર ટામસ પૅન્ટવર્થ નામના એક સમર્થ અને બુદ્ધિશાળી પુરુષ હતા. તે મહેચ્છુ, ધીર, શૂરા, હિંમતવાન, ચપળ, અને અચ્છા વક્તા હતા, પણ તે ક્રૂર અને અભિમાની હતા. શરૂઆતમાં તે લક્રેના પક્ષમાં હતા ત્યારે રાજાને અળખામણા થઈ પડયા << ૧. પાર્લમેન્ટે બકિંગહામ પર આરોપ મૂક્યા ત્યારે રાજાએ કહ્યું, “હું મારા ઉંચા અધિકાાળા અને નિકટના ને સંબંધી સભ્યને ચર્ચા ચલાવવા દઈશ નહિ ""
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy