SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ એકલે હાથે યુદ્ધ કરવાનો નિશ્ચય કર્યો. તેણે લોકો પાસેથી બળાત્કારે નાણાં ઉધરાવવા માંડ્યાં. પછી એક કાફલો સ્પેન તરફ મોકલવામાં આવ્યો, પરંતુ આ બધે બહારનો ઠાઠ હત; લશ્કરમાં ઈ ઝા રામ ન હતા, અને તેને માટે નાણને, ખાવાપીવાન, કે પહેરવાઓઢવાને બંદોબસ્ત પણ ન હતો. જેમ તેમ કરીને આ લશ્કર કેડિઝ બંદરે પહોંચ્યું. બકિંગહામનો વિચાર કેડિઝ લૂંટી લેવાનું હતું, પણ તેની મુરાદ મનમાં રહી ગઈ; આ લશ્કર કેડિઝની પાડોશમાં આમ તેમ ફરીને દેશમાં પાછું આવ્યું. - બીજી પાર્લમેન્ટ ઈ. સ. ૧૬ ૨૬. ચાર્લ્સ પાર્લમેન્ટ બરખાસ્ત કરી, પણ તેને નાણુંની જરૂર પડી. તેણે રાજનું ઝવેરાત ઘરાણે મૂક્યું, લેક પાસેથી બળાત્કારે નાણાં લીધાં અને લેન કાઢી; છતાં પૂરતાં નાણાં મળ્યાં નહિ, એટલે બીજી પાર્લમેન્ટ બોલાવવી પડી. ચાર્લ્સ કેટલાક જુના સભ્યોને શેરીફર બનાવ્યા, છતાં નવા સભાસદ તરીકે પણ ચુસ્ત યૂરિટના આવ્યા. તેઓ રાજાને જોઈતાં નાણાં આપવા તૈયાર ન હતા, અને બકિંગહામથી લેકો કંટાળી ગયા હતા, એટલે નાણાં આપવાને બદલે બકિંગહામ પર કામ ચલાવવાની વાતો કરવા લાગ્યા. બકિંગહામ પર લાંચનો અને ગેરઅમલને આરેપ મૂકવામાં આવ્યો. આથી રાજા ખૂબ ખીજવાય. તેણે સર જ્હોન ઇલિયટ નામના શૂરા અને નીડર દેશભક્ત અને બીજા નાયકોને બંદીખાને નાખ્યા. પાર્ટમેન્ટે તેમને છોડી મૂકવાની માગણી કરી; સભ્યોએ કહ્યું કે તેમના છુટા થયા વિના અમે કશું કામ કરવાના નથી, એટલે તેમને છોડી દેવાની રાજાને ફરજ પડી. પાર્લમેન્ટ બકિંગહામ પરની ફરિયાદનો નિકાલ થતા સુધી નાણું આપવાની ચકખી ના પાડી, એટલે રાજાએ પાર્લામેન્ટ બરખાસ્ત કરી. - રાજાની આપખુદીઃ ચાર્લ્સ નાણું મેળવવા નવા રસ્તા શોધ્યા. તેણે લેકો પાસેથી બળાત્કારે ઉછીનાં નાણાં લેવા માંડયાં, અને નાણાં મેળ 2. There was a fleet that went to Spain, ... When it got there, it came back again. ૨. શરીફથી પાર્લમેન્ટના સભ્ય થવાતું નહિ
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy