SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ લેટિમર, અને રિડલી જેવા બીજા પ્રખ્યાત સુધારકે બળી મુઆ, તે છતાં ' લેક પાછી ન હઠયાં. ત્યારે ગરીબ લેકોના નાના સમુદાયને એકસામટો બાળી નાખવામાં આવ્યો; છતાં પરિણામ ધાર્યા કરતાં ઉલટું આવ્યું. કેથેલિક ધર્મ પ્રત્યે લેકેને વધારે અણગમો આવ્યો, અને આખા દેશમાં ધર્મધ જુલમની સામે પકાર ઊઠશે. મરતી વખતે લેટિમરે રિડલીને કહેલા શબ્દો Be of good cheer, Master Ridley! We shall this day light a candle by God's grace in England as I trust; shall never be put out.’–ખરા પડતા દેખાયાં. ઇલિઝાબેથે ગાદીએ આવી જેઈ લીધું, કે સર્વે મુશ્કેલીઓમાંથી છૂટવા માટે સૌથી પહેલાં પ્રજાને પિતાના પક્ષમાં લેવી જોઈએ, અને દેશમાં ધર્મને નામે ઉભા થએલા પક્ષો વચ્ચે સમાધાન કરવું જોઈએ. તેના ધર્મ સંબંધી વિચારો તેને મંત્રીઓ જાણી શક્તા ન હતા. ધર્મની બાબતમાં તે બહુ - ચુસ્ત ન હતી, પણ ધર્મમાં સુવ્યવસ્થાની જરૂર છે એમ તે માનતી. ઈલિઝાબેથથી દેશમાં બીજાનું આધિપત્ય ખમાયું નહિ, એટલે તેણે “ધર્માધિપત્ય” ને કાયદો પસાર કર્યો, અને મેરીના સમયમાં થએલા કાયદા રદ કર્યા. પરંતુ કેથલિક પંથીઓ નારાજ ન થાય, તેમજ પિતાની સત્તામાં ઘટાડો ન થાય એ માટે તેણે કાયદામાં કેટલાક શબ્દોનો ફેરફાર કર્યો. તેણે ધર્મઐકયનો કાયદો કરી સર્વને પ્રાર્થના પોથી વાપરવાની આજ્ઞા કરી. પરંતુ તે પ્રાર્થનામાં કેથલિક લેકને કેટલુંક ખૂંચે તેવું હતું તે કાઢી નાખવામાં આવ્યું. તેણે ધર્માધ્યક્ષ રાખ્યા, અને કેથલિક માર્ગની કેટલીક વિધિઓ દાખલ કરી. તેણે પ્રોટેસ્ટન્ટ અને કેથલિક બંને પક્ષને રાજી રાખવા પ્રયત્ન કર્યો, તેથી તે “મધ્યમ માર્ગ” કહેવાય. જે જમાનામાં મતાંતરસહિષ્ણુતા બીલકુલ ન હતી, અને કેથલિક કે પ્રોટેસ્ટન્ટ પંથીઓ લાગ આવે ત્યારે સામાં ધર્મવાળા ઉપર કેર વર્તાવે, તે જમાનામાં રાણીએ દીર્ધદષ્ટિ વાપરી ડહાપણભરેલે રસ્તો કાઢો. પ્રજાજનો શાંતિ જાળવે, ત્યાં સુધી તેમના પર જુલમ થવાનો સંભવ ન હતું. ઇલિઝાબેથને બહારના દેખાવની જરૂર હતી. - અંદરની શ્રદ્ધા હોય કે નહિ, તેની તે પરવા ન કરતી. અલબત, કેટલાક
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy