SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ રસવિદ્યા અને રસગ્રન્થા [ ૨૦૫ ઉપરથી શ્રી. પ્ર. રાયે ૨. ૨. સ.ને સમય ૧૩મા શતકમાં માન્ય છે તે બરાબર લાગે છે ? રસરત્નમુચ્ચયના પહેલા ૧૧ અધ્યાયમાં રસોત્પત્તિ, મહારના શાધન આદિનું નિરૂપણ, ઉપરસ, સાધારણ રસનાં શોધનાદિ વગેરે શુદ્ધ રસશાસ્ત્રીય વિષયો છે અને બાકીના ભાગમાં વરાદિ રેગ ઉપર રસયોગોના પ્રાધાન્યવાળી ચિકિત્સા છે. ૨. ૨. સ. માં જે શુદ્ધ રસશાસ્ત્રીય વસ્તુ છે તેમાંથી નમૂના તરીકે થોડું ઉતાર્યું છે. ૨. ૨. સ.કાર કહે છે કે “જ્ઞાનવાળા, દક્ષ, રસશાસ્ત્રમાં કુશળ, મંત્રસિદ્ધ, મહાવીર, નિશ્ચલ, શિવ અને પાર્વતીને ભક્ત, હમેશાં ' ધૈર્યવાળા, દેવપૂજનતત્પર, સર્વ રસવિદ્યાની વિશેષતા જાણનાર અને રસકર્મમાં કુશળ એવો માણસ આચાર્ય થવાને ગ્ય છે.” શિષ્યનાં લક્ષણોમાં ગુરુભક્ત, સદાચાર વગેરે સાથે મંત્રારાધનતત્પરતાને પણ નધેિલ છે. રસશાળા વિશે એ ગ્રન્થકાર કહે છે કે “મને રમ, રોગરહિત અને ધર્મરાજ્યવાળા દેશમાં તથા ઉમા-મહેશ્વરથી યુક્ત સમૃદ્ધિવાળા સારા નગરમાં મોટા ભાગની વચ્ચે ચાર દ્વારથી સુશોભિત રસશાળા કરવી. તેની પાસે અત્યંત ગુપ્ત એવો રસમંડપ કરે અને તેમાં અરીસા જેવી ચળકતી ભૂમિ બનાવી એના ઉપર રમણીય વેદી કરવી.” ૧. જુઓ વાડ્મટ નિ.ની ૧૯૩૯ની આવૃત્તિમાં વાગ્યવિમર્શ, પૃ. ૪૦. ચર્પટીને ઉલ્લેખ તો ૨. ૨. સ., અ. ૬, . ૫૮માં છે. હિ. હિ કે, ગ્રં. ૧, ઉ., પૃ. ૮૮ તથા ગ્રં. ૨, પૃ. ૨૨૨-૨૩. ૨. રસરત્નસમુચ્ચયની અનેક આવૃત્તિઓ મળે છે. આ. સં. સી.ની જૂની છે, પણ હાલમાં પં. હજારીલાલ શુકલની સંસ્કૃત ટીકા સાથે પણ પીલીભીતથી સં. ૧૯૯૪માં છપાઈ છે. ૩. ૨. ૨. સ. અ. ૬, શ્લો. ૩-૪. એજન, અ. ૫, . ૬-૭. ૪. એજન, અ. ૬, , ૧૩, ૧૪, ૧૮.
SR No.032692
Book TitleAyurvedno Itihas
Original Sutra AuthorN/A
AuthorDurgashankar Kevalram Shastri
PublisherGujarat Vidya Sabha
Publication Year1966
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy