SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪] આયુર્વેદને ઈતિહાસ સમજુ તાંત્રિકે પહેલાં વૈદ્યક તરફ વળ્યા અને પછી વૈદ્યોએ એ વિદ્યાને અપનાવી લીધી હોય એમ લાગે છે. છેક તેરમા શતકથી આરંભમાં શુદ્ધ રસપ્રકરણના અધ્યાય હાય અને પછી જવરાદિ રેગો ઉપર રસોગથી મુખ્યત્વે ભરેલી ચિકિત્સા હેય એવા ગ્રન્થ લખાવા માંડ્યા છે. આ પ્રકારના રસવૈદ્યક ગ્રન્થમાંના રસેન્દ્રચિન્તામણિ, માળવાના રાજાના વૈદ્ય મથનસિંહને રસનક્ષત્રમાલિકા, વિષ્ણુદેવને રસરાજલક્ષ્મી વગેરે અનેક ગ્રન્થા ૧૩મા ૧૪મા રાતક જેટલા જૂના છે, પણ ઘણી રીતે સર્વશ્રેષ્ઠ અને એ પ્રકારના ગ્રન્થોમાં સૌથી વધારે પ્રખ્યાતિ પામેલે તો રસરત્નસમુચ્ચય છે. રસરત્નસમુચ્ચયના કર્તાનું નામ વાડ્મટ છે અને અષ્ટાંગસંગ્રહના કર્તા વાક્ષટ પેઠે આ વાગભટ પણ પિતાને સિંહગુપ્તના પુત્ર કહે છે. કેવળ આ નામસામ ઉપરથી જૂના વૈદ્યો અષ્ટાંગસંગ્રહના અને અષ્ટાંગહૃદયના કર્તા વાડ્મટ જ રસરત્નસમુચ્ચયના પણ કર્તા છે એવું માનતા હતા; પણ આયુર્વેદના ઇતિહાસને વિચાર જે વિદ્વાન વૈદ્યોએ આ જમાનામાં કર્યો છે, તેઓએ રસરત્નસમુચ્ચયના કર્તા વાભટને ભિન્ન તથા પાછળના ગયા છે અને રસરત્નસમુચ્ચયમાં ચર્પટીને તથા સિંધણ રાજાને ઉલેખ છે એ ઉપરથી તથા પૌવપર્ય વગેરે ૧. આ રસેન્દ્રચિન્તામણિ પ્રત્યેની કેટલીક હાથપ્રતિમાં કર્તાનું નામ કલાનાથના શિષ્ય ઢંદુકનાથ એમ છે, જ્યારે કેટલીકમાં ગુહકુલસંભવ રામચંદ્ર એમ છે. છપાયેલાં પુસ્તકમાં પણ આ મતભેદો જેવામાં આવે છે. ગ્રન્ય પહેલાં કલકત્તામાં છપાયેલ છે, અને સં. ૧૯૯૧ માં વૈદ્ય પં. મણિશર્માએ પોતાની સંસ્કૃત ટીકા સાથે રામગઢ (જયપુર)થી છપાવેલ છે. આ ગ્રન્થને ૧૩ મા ૧૪ મા શતકને પ્ર. રાય ગણે છે (હિ. હિ. કે, ગ્રં. ૨, પૃ. ૨૫૧). ૨. આ ગ્રન્થમાં અફીણનો ઉપયોગ છે (હિ. હિ. કે, ગ્રં. ૨). ૩. આ વૈધ રાજા બુકના રાજવૈધ હતા માટે ૧૪મા શતકના પાછલા ભાગમાં થઈ ગયા (હિ. હિ, કે, ગ્રં, ૨). ૪. જુઓ “પ્રત્યક્ષશારીર’ને ઉદ્દઘાત.
SR No.032692
Book TitleAyurvedno Itihas
Original Sutra AuthorN/A
AuthorDurgashankar Kevalram Shastri
PublisherGujarat Vidya Sabha
Publication Year1966
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy