SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ સૂચન કર્યું. પણ ચેતનાનું શરીર ઘસાઈ રહ્યું હતું. તેણે મિનેસોટા રોચેસ્ટરની મેયો ક્લિનિકમાં સર્જરી કરાવવાનું નક્કી કર્યું. શું આ બહુ દર્દનાક હશે?' સ્ટ્રેચર પર ઑપરેશન થિયેટરમાં લઈ જવાઈ રહી હતી ત્યારે તેણે વ્યથિત થઈને ડૉક્ટરને પૂછ્યું. કૅથરીન ચિંતા ન કરશો.ડૉક્ટરે જવાબ આપ્યો, ‘તમને પીડાનો ખ્યાલ પણ નહીં આવે. ઓપરેશન દરમિયાન તમે મુછિત સ્થિતિમાં હશો, ઊંડી નિદ્રામાં.” કમનસીબે ચેતના તે ઊંડી નિદ્રામાંથી ક્યારેય બેઠી ન થઈ. હૃદયનું ઑપરેશન નિષ્ફળ નીવડ્યું. ચેતનાના આત્માએ તેનું શરીર ચૂપચાપ ત્યજી દીધું. તે રજી એપ્રિલ, ૨૦૦૩નો દિવસ હતો, તે ૬૧ વર્ષનાં હતાં. ગુરુદેવ ત્યારે જ ભારતથી અમેરિકા પાછા ફર્યા હતા અને તેમને ચેતનાએ ભૌતિક વિશ્વની મર્યાદા ઓળંગી લીધી હોવાના સમાચાર મળ્યા. તેઓ ૮ એપ્રિલે યોજાયેલી ચેતનાની શ્રધ્ધાંજલિ સભા માટે લાઈટ હાઉસ સેન્ટર આવ્યા અને ચેતનાની ચિરવિદાય બદલ શોક કરતા દરેક સભ્યોને તેમણે આશ્વાસન આપ્યું. તેમનાં પ્રવચનમાં ગુરુજીએ કહ્યું: આપણે તેને યાદ કરીએ છીએ, આપણને શોકની લાગણી થાય છે, ક્યારેક આંખમાંથી આંસુ પણ સરી આવે છે પણ એ જ સમયે આપણે તેને પ્રેમ, ઉજાસ અને શાંતિની પાંખો પર ઊડતાં જોઈએ છીએ... આજે આપણે અહીં એક એવા આત્માને જોઈ રહ્યા છીએ જે પોતાના શરીરને ત્યજીને ઉજાસ અને પ્રેમની પાંખોએ સવાર છે. આ માટે આપણે બધા એક ક્ષણ માટે સ્વસ્થ થઈને, પ્રેમનો અનુભવ કરતાં ચેતનાની યાદમાં નિશ્ચય કરીએ કે આપણે પ્રેમભરી જિંદગી જીવીશું. હું મદદ કરીશ, ઈજા નહીં લાઈટ હાઉસના બહારના હિસ્સામાં ઉનાળા દરમિયાન યોજાયેલી સ્મૃતિ સભામાં ભાગ લેવા માટે ગુરુદેવ અને પ્રમોદાજી ફરી આવ્યાં. ચેતનાની ચિરવિદાય પછી દિવસો અને મહિનાઓ સુધી શિષ્યોને ટેકો અને માર્ગદર્શન આપવા તેઓ બધા માટે કોઈ પણ સમયે હાજર હતા, કારણ કે દરેક જણ ચેતના જે પ્રેમ અને ઉજાસ હતી તેને ખુદમાં જીવંત રાખવા પ્રયત્નશીલ હતું. કૅથરીન ઉર્ફે ચેતનાએ સાર્થક જીવન પસાર કર્યું હતું. તેમના દુન્યવી અસ્તિત્વની - ૧૮૧ - ચિત્રભાનુજી
SR No.032677
Book TitleYugpurush Chitrabhanuji
Original Sutra AuthorN/A
AuthorDilip V Shah
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2019
Total Pages246
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy