SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ હ્યુસ્ટન, અને એટલાન્ટાના સમારોહમાં ભાગ લેવા જતા. આ સમારોહમાં ભાગ લેતી વખતે લાઈટ હાઉસના શિષ્યોને લાગતું જાણે તેઓ ભારતનો નાનકડો પ્રવાસ કરી રહ્યા છે. જૈન સિદ્ધાંતોમાં તરબોળ, સમારોહનાં સ્થળે બનેલાં દેરાસરોની મુલાકાત, શાકાહાર અને વિગન ભારતીય ખોરાક, જૈન સાધ્વીઓ સાથે યોગ કરવા, ચિત્રભાનુજી અને પ્રમોદાજી સહિત અનેકનાં પ્રવચનો સાંભળવાં. લાઈટ હાઉસના શિષ્યોને પણ પ્રવૃત્તિઓમાં ભાગ લેવા કહેવાતું. મંત્રોચ્ચાર અને પ્રેઝન્ટેશન કરતા. “જૈના'ના ફિલાડેલ્ફિયાના સમારોહમાં ચેતનાએ જૈન યુવાનોને ધ્યાન ઉપર વક્તવ્ય આપ્યું હતું. અમેરિકામાં વસતા જૈનોને લાઈટ હાઉસ ઍન્ટર વિશે વધુ જાણવું હતું માટે સેન્ટરનાં અત્યારનાં ડિરેક્ટર નિર્મલા હેકે દ્વારા લૉસ એન્જલિસમાં જૈન ડાયાસ્ફોરા ટ્રેકના ભાગરૂપે વિશેષ વક્તવ્ય અપાયું હતું. તેના બે વર્ષ પછી નમ્રતા લિસા અબ્રામ્સ હ્યુસ્ટનમાં વક્તવ્ય આપ્યું. તાજેતરમાં જ ડેટ્રોઈટમાં થયેલા જયનાના સમારોહમાં લાઈટ હાઉસના ૧૭ શિષ્યોએ હાજરી આપી હતી. છ સભ્યોએ સમારોહમાં શનિવારની સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆતમાં મંત્રોચ્ચાર ક્ય અને નિર્મલા હાંકે એ “પીસ એઝ ગ્લોબલ રિયાલિટી' નામના વિષય પર થયેલી આંતર-ધાર્મિક ચર્ચામાં જૈન દૃષ્ટિકોણનું પ્રતિનિધિત્વ કરતાં ભાગ લીધો. એડિસન, ન્યુ જર્સીમાં “જૈનાના સમારોહમાં નિર્મલાએ “એમ્પાવરમેન્ટ ઑફ વિમનઃ સ્પિરિટ્યુઆલિટી' વિષયની ચર્ચામાં ભાગ લીધો હતો. કૅથરીનની તરફ આકર્ષિત ન થવું અશક્ય હતું અને તેના અવાજની મૃદુતા અને આગ્રહી શક્તિની મીઠાશથી આનંદ ન થાય તેવું પણ શક્ય નહોતું, તેની આસપાસ ઊર્જાનું એક અવર્ણનીય ક્ષેત્રે રહેલું હોય છે બિલી ઝીરિસ્કીએ જ્યારે કૅથરીનનો “ધી ક્રેઝી વિઝડમ કોમ્યુનિટી કેલેન્ડર' માટે ૨૦૦૨માં ઈન્ટરવ્યુ કર્યો ત્યારે આમ લખ્યું હતું. તે ખૂબ સ્વતંત્ર, મોકળાશભર્યા મિજાજવાળા અને પ્રામાણિક, મૃદુ અને રમતિયાળ હોવાની સાથે સાથે ખૂબ જ નમ્ર પણ છે. આ એક એવી સ્ત્રી હતી જેણે પોતાની જિંદગીમાં અનેક પડકારોનો સામનો કર્યો હતો. એક સ્ત્રી જે કોઈ પણ દંભ વિના કે કોઈ બૌદ્ધિક દેખાડા વિનાની હતી – માતૃત્વથી ભરપૂર અને ખૂબ સાદી.” એ ખરેખર નસીબની બલિહારી કહેવાય કે જે સ્ત્રીમાં આટલી બધી કરૂણા અને પ્રેમ ભરેલાં હતાં. તેને ૨૦૦૦ની શરૂઆતમાં હૃદયની તકલીફ હોવાનું બહાર આવ્યું. ગુરુદેવને ચેતનાના સ્વાસ્થની ભારે ફિકર હતી. તેમને જ્યારે ચેતનાના સ્વાથ્ય વિશે ખબર પડી ત્યારે તેઓ ભારતમાં ઉદયપુર ખાતે હતા. તેમણે ચેતના સાથે લાંબી વાત કરી અને તેને અમુક વનસ્પતિઓનું સેવન કરવા અને અમુક ચોક્કસ રીતે ધ્યાન ધરવા યુગપુરુષ - ૧૮૦ -
SR No.032677
Book TitleYugpurush Chitrabhanuji
Original Sutra AuthorN/A
AuthorDilip V Shah
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2019
Total Pages246
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy