SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ છેલ્લી ક્ષણો સુધી તે ગુરુદેવ પ્રત્યે કૃતજ્ઞતા અનુભવતા હતા. કૅથરીનની વિદાયને ૧૬ વર્ષ થઈ ગયાં હોવા છતાં પણ લાઈટ હાઉસ સેન્ટર હજી પણ ૧૦૦થી વધુ સભ્યોથી ચહેકે છે અને દર વર્ષે ગુરુદેવ અને પ્રમોદાજી તેની મુલાકાત લે છે. “જર્ન ટુ ઍનલાઈટનમૅન્ટ ઓન ધી વિંગ્સ ઑફ લાઈટ એન્ડ લવ'ના બે ભાગ સૈન્ટરે પ્રકાશિત કર્યા છે જેમાં બીજો ભાગ જે ડૉ. નિર્મલા હાંકેએ સંપાદિત કર્યો છે તેમાં ચેતનાની વિદાય પછી બિકનમાં છપાયેલા ગુરુદેવના બધા જ સંદેશાઓનું સંકલન છે. આજે પણ લાઈટ હાઉસ સેન્ટરમાં બધા જ ધર્મના લોકો જઈ શકે છે અને ત્યાં અહિંસા, અનેકાંતવાદ અને અપરિગ્રહના જૈન સિદ્ધાંતોનો બોધ પણ અનુસરાય | લાઈટ હાઉસ સેન્ટરની વેબસાઈટ www.lighthouse.org પર ચિત્રભાનુજીના વક્તવ્યને આધારે તેમના બ્લોગ તૈયાર કરાયા છે. નવા વર્ષે લાઈટ હાઉસ દ્વારા આઉટરિચ પ્રોગ્રામ કરાય છે, જેની શરૂઆત ડેટ્રોઈટ મેટ્રો એરિયામાં રહેતા મુસ્લિમો સાથે કામ કરીને થાય છે અને આમ યુવા પેઢી દ્વારા લાઈટ હાઉસના સભ્યોની સંખ્યા પણ વધારાઈ રહી છે. હંમેશની માફક લાઈટ હાઉસના શિષ્યો ગુરુદેવ અને પ્રમોદાજીની મુલાકાતની પ્રતીક્ષા કરે છે. કૅથરીન ફ્લોરીડાનું વ્યક્તિત્વ, પાશ્ચાત્યોની વિશાળ વસ્તીનું એક એવું પ્રતિનિધિ દૃષ્ટાંત છે જે દર્શાવે છે કે ગુરુદેવના પારસ સ્પર્શને કારણે કેટલી હદે લોકોની જિંદગી પૂરેપૂરી બદલાઈ છે. ગુરુદેવના મોટા ભાગના અમેરિકન શિષ્યોનાં જીવનમાં સંઘર્ષ અને પડકારો રહ્યા છે - તેઓ કાં તો વિદ્યાર્થી છે કાં તો વ્યવસાયી, કોઈ ઘર ચલાવનારા જે કામ શોધતા ફરતા હોય. તેઓ જ્યાં પણ રહેતા હોય તેઓ ગુરુદેવના કાર્યક્રમોને અનુસરે છે પછી તે ભારતમાં હોય, યુરોપમાં કે ન્યુ યૉર્કમાં. તેઓ બધા જ મોકો મળે ત્યારે ગુરુદેવની એક ઝલક કે મુલાકાત ઝંખતા હોય છે. તેમાંના ઘણાને ધ્યાન અને શાકાહાર કરતા હોવાને કારણે ગુરુદેવ તરફથી આધ્યાત્મિક ભારતીય નામ પણ મળ્યું છે. આમાંના ઘણા ગુરુદેવ સાથે પાલીતાણાની તીર્થયાત્રાએ પણ ગયા છે. યુગપુરુષ - ૧૮૨ -
SR No.032677
Book TitleYugpurush Chitrabhanuji
Original Sutra AuthorN/A
AuthorDilip V Shah
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2019
Total Pages246
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy