________________
એ નક્કી છે. અને તે પહેલાં તેમના પણ વડવાઓ શ્રી શામળાજી પ્રભુની સાનિધ્યમાં હશે એ પણ ચોક્કસ છે. આ પ્રમાણે બ્રાહ્મણ જાત જેટલીજ સંસ્કારવાળી આ વાણિઆની નાત પ્રશંસા માટે હક્કદાર છે. અને તેથી જ તે જ્યાં જ્યાં જઈને વસ્યા છે ત્યાં ત્યાની બીજી પ્રજાના પિષક અને રક્ષણ કર્તા તરિકે ધર્મ બજાવે છે. જે તે સ્થળની નગરશેઠાઈ ભોગવે છે. આશા છે કે આટલા વિવેચનથી સંશય ત્માના સંશ દુર થયા હશે.
નિયમા વાણિજ્યના સમય કાલે પુણ્યશ્લેક હરિશ્ચંદ્રરાજાની વિનતિથી ઔદુમ્બર ઋષિએ તેમની એટલે નિયમા વૈશ્યની સમાજ વ્યવસ્થા અહર્નિશ વ્યવસ્થિત ચાલે તે માટે તેમના વેપારધંધા અને સંસ્કૃતિ ઉપર ખ્યાલ રાખી તેમના બત્રીસ જથા કે કુટુંબ કે કુળ કે ગેત્ર નક્કી કરી આપ્યાં. કે જેથી લગ્નસંબંધ કરવામાં હરકત આવે નહીઃ એ માટે હસ્ત લીખીત પ્રતનાં ૨૪મા અધ્યાયમાં શ્લેક ૫૦ થી ૯૩ સુધીમાં વર્ણન કર્યું છે આ ગોત્રની ગ્રંથા કપડવંજ વીશા નિમા વણિક મહાજનની જ્ઞાતિમાં આજ સુધી સચવાઈ રહી છે. તે પિતાના કુળના સ્થાપક પુણ્ય શ્લેક હરિશ્ચંદ્ર રાજાને હસ્તમેળાપના મંગળ સમયે યાદ કરે છે. બીજા ગામોમાંની માહીતિ લેખકને નથી. પરંતુ ત્યાં ગેત્રોચ્ચારની પ્રથા છે એવી માહીતિ તે પત્ર વ્યવહારમાંથી અને મુખે—ખ વાતચીતમાંથી મળી આવે છે. આ ગોત્રની પ્રથામાં શરૂઆતમાં કુલગુરૂનાં ગોત્ર તે યજમાનનાં ગોત્ર એમ આધારભુત પ્રણાલિકા કેટલોટ વખત ચાલી હશે એમ જણાય છે. કારણ કે તેના પડઘા કઈ કઈ જગ્યાએ અત્યારે પણ દેખાય છે. પરંતુ યજમાનની વસ્તી વધી અને કુલગુરૂઓની વસ્તી ઘટી જેથી વર અને કન્યા તથા તે બેના મેસાળ પક્ષના એમ ચાર કુળગુરૂઓનાં અલગ અલગ શેત્ર મળવાં કઠિણ થઈ પડશે એમ ધારી આ કર ગોત્રને આશ્રય શરૂઆત પછી થેડે સમય જતાં લેવા શરૂ કર્યો હશે. ને તેને હાલ સુધી વળગી રહ્યા છે. આ સંસ્કારી પ્રજાને જ્યારે મુળ સ્થાનમાંથી હિજરત કરવી પડી તેવા દુઃખના સમયમાં પણ પિતાના ગૃહસ્થાશ્રમને ધર્મ બરાબર સચવાય તે માટે જુદા જુદા ગોત્રના બે જથા સાથે જ હિજરતમાં રહ્યા. અને જ્યાં ઠરીઠામ થયા ત્યાં પણ સાથે રહ્યા છે. કપડવંજમાં દાખલા તરિકે રહીઆ ગાંધીનું કુટુંબ અને ઢાક વાડીમાં રહેનારા દયાળજી માધવજીનું કુટુંબ, બીજે દાખલ વસ્તા દેસીનું કુટુંબ અને પાનાચંદ રઘનાથ ગાંધીનું કુટુંબ, મેદીઓનું કુટુંબ અને દયાળ ભુલાનું કુટુંબ, આવા અનેક દાખલા કપડવંજમાંથી મળી આવે છે. અત્યારે પણ આ કુટુંબે વચ્ચે “લગ્ન સંબંધ” બહુ સરળતાથી ચાલે છે. આવું દરેક જગાએ થાય તે માટે એ ગોત્રનાં સંસ્કૃત નામ અને તેના પ્રાકૃત ભાષાનાં નામ અને તેને વ્યુત્પત્તિ સાથે ગુજરાતીમાં અર્થ તેનું એક પત્રક બનાવવાની યોજના આ પછીના પ્રકરણ ૮ મામાં દાખલ કરી છે. તેથી વાકેફ થઈ ગેત્રના નામથી આ અજ્ઞાત નીમા