SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૪ ) યાજ્જિ ઉપરથી નિયમા યાળિયા ને તે પછી નીમા વાણિઆ આ રીતે આપણી સંસ્કારી કામના નામના પાંચ અવતાર થયા (૧) વૈશ્ય (૨) નિયમા વૈષ્ણ (૩) નિયમા યાળિા: (૪)નિયન વાગ્યિ (૫) નીમા વન્દ્રિ માગન—અથવા નીમા વાણિ. આવી રીતે નામ ફેરફારથી સૌંસ્કૃતિની વિશુદ્ધિ અને વશની વૃદ્ધિ તથા વિશુદ્ધિને કંઈ અસર થતી નથી. એ આપણા સમાજ નિયામકને પૂરેપૂરી ખબર હતી વળી આ બે માટે તે આપણા કુળદેવદેવી, કુળગુરૂ અને કળાચાર ને સાચવી રાખવામાંજ હિત રહેલું છે. બ્રાહ્મણોએ જેમ પેાતાની વિશુદ્ધિ સાચવી સમાજમાં અગ્રણીપદ ભાગવે છે, તેવીજ રીતે વાણિઆમાં આપણી નાતે પોતાના કુળાચાર સંસ્કાર લગભગ ત્રણહજાર વર્ષથી સાચવી રાખી પેાતાનું રક્ષણ કરનાર અને નિયમન કરનારને ગૃહસ્થાશ્રમના ધર્મકાર્યની વીધિમાં માનપુર્વક યજનપુજન, સ્મરણ કરે છે. તેના ફળ તરિકે લાખા માણસની વસ્તીવાળી વાણિની નાતમાં આ નુજ વસ્તીવાળી નાત તેજસ્વી આજસ પુર્વક અને માનભેર અગ્રણીપદ ભાગવે છે. અસ્તુ. પુસ્તકો અને શાસ્ત્રો ઉપરથી આપણે તજવીજ કરી જાણી લીધુ` કે હાલના નીમા વણિક મહાજનના મુળપુરૂષા આજથી આશરે ત્રણ કે ચાર હજાર વર્ષના સમયમાંના છે. હવે બીજા સાધનાની તપાસ કરીએ. તે ખીજા સાધનમાં “શામળાજી” પ્રભુનું દેવાલય છે. તેના વર્ણનના પ્રકરણમાંથી આપણે જાણ્યુ છે કે; એ દેવળ વિ. સં. ૧૫૭ માં બંધાયું હોય એવા લેખ મળી આવ્યે છે. તેને સાચા માનીએ તા આજથી બે હજાર વર્ષ ઉપર ત્યાં આપણા વડવાઓ રહેતા હતા. એટલુંજ નહીં પણ તે પહેલાં ઘણાં સૈકાં અગાઉ ત્યાં તેમની વસ્તી હતી. તેમની એટલે નીમા વણિક મહાજનના મૂળપુરૂષાના જીવન કાળમાંજ શ્રી શામળાજી પ્રભુજીનું પ્રગટય થયું છે. ને ઔદુમ્બર ઋષિએ તેમની સ્તુતિ પ્રાર્થના કરી છે. તે પ્રભુજીનું પ્રાગટય થતાંની સાથેજ આવું મંદિર તૈયાર થયું હોય એમ માની શકાય નહીં. પ્રથમ તે એ પ્રતિમાજી ઔદુમ્બર ઋષિની મઢુલીમાં કે હરિશ્ચંદ્ર રાજાના રાજસુયયજ્ઞના યજ્ઞમ’ડપમાં બિરાજતી હશે. પછી જેમ જેમ સમય જતા ગયા તેમ તેમ એ પ્રભુજીના કાયમ સ્થાનને માટે તે સમયના સાધન સંપન્ન કેાઈ ભક્તને પ્રેરણા થઇ હશે. તે ભકતે આ મઢુલી કે યજ્ઞમંડપ કરતાં કોઈ વધારે સારા અને સગવડવાળા સ્થાનમાં એ પ્રતિમાંજી પધરાંવ્યાં હશે. એમ થતાં થતાં વિ, સ’. ૧૫૭ માં પેાતે આ મ ંદિરમાં સ્થાપિત થયા હશે. મતલખકે એ દેવાલય બધાયા પહેલાં એટલે વિ. સં. ૧૫૭ પહેલાં લગભગ પાંચ સાત સૈાં અગાઉના સમયમાં નીમા વિક મહાજનના વડવાઓ, તેમના કુલદેવદેવી અને કુલગુરૂની સાનિધ્યમાં વસતાં હતાં,
SR No.032630
Book TitleVishanima Vanik Gnatino Itihas
Original Sutra AuthorN/A
AuthorMahasukhram Prannath Shrotriya
PublisherVadilal Mansukhram Parekh
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy