SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૮) ઉતાવ્યા. તે પછી પણ શ્રીમાન્ ક'ચન વિજયજી મહારાજ પાસે જેજે ઉપયોગી દાખલા હતા તે તેની નકલ કરાવરાવી. હવે પછી માહીતિ મળશે તે ટપાલ મારફતે માકલવાની ઇચ્છા વ્યક્ત કરી. આ પછી પંદર દિવસમાંજ શ્રીમાન્ કૉંચન વિજયજી મહારજશ્રીએ “હરિપુરા જૈન મડળ સુરત” તરફથી પ્રસિદ્ધ થયેલું “શ્રીમાળી (વાણિઆ)એના જ્ઞાતિભેદ” એ નામનું પુસ્તક સંવત્ ૧૯૭૭ માં છપાયેલું તેની એક નકલ ટપાલ માર્ગે ભેટ માલી. તેમાં જરૂરી દાખલાઓનાં નિશાન પણ કરેલાં હતાં. તે પુસ્તક વાંચ્યું તેમાં નીમા વણિકનાં જૂના ઇતિહાસને ઉપચેાગી ઘણી વસ્તુઓ મળી આવી. જેથી આ નિબંધ લખવાના ઉત્સાહ જાગૃત થયા. તેજ અરસામાં સુરતમાં શ્રીહરિશ્ચંદ્ર આખ્યાનની હસ્ત લિખિત પુસ્તિકાના અમુક અધ્યાયનાં પાનાં જોવા મળ્યાં, પરંતુ તે અધુરાં હાવાથી કંઈ કામમાં આવ્યાં નથી. તે ઉપરાંત શ્રી શામળાજીના સદ્ગત મુખ્યાજી શામળદાસ લક્ષ્મીરામ રણાએ “શ્રી દેવગદાધર મહાત્મ્ય” નામનું પુસ્તક છપાવ્યું છે તે જોવા મળ્યું તેમાંથી મળી આવેલી કેટલીક વસ્તુઓને આ નિબંધમાં ઉપયોગ કર્યાં છે. આ નિબધા સમય વિ. સ. દશમાં સૈકાથી શરૂ થયેલ અનાવાના ઇતિહાસ . જણાવે છે. પરંતુ તે કરતાં નીમા વણિક મહાજન કેમ બહુ પુરાતની એટલે આ નિબ’ધની શરૂઆતના સમય કરતાં પણ બે હજાર વર્ષ પહેલાંની છે, તેમના ઇતિહાસની કાંઈક ઝાંખી શ્રી ઇઢેર નિવાસી શાસ્રીજી ગાવિદ્રલાલજી શ્રીધરજીની શાષિતવર્ધિત હસ્તલીખીત કચેતવાણ્યાન (હરિશ્ચંદ્ર આખ્યાન)ની પ્રત પ્રાપ્ત થતાં અન્ય સ્થળે એ પુરાતન ઇતિહાસ ઉષ્કૃત કરવાની તક મળી છે. હાલમાં તે આ પ્રકરણ વિ. સ. દશમા સૈકા પછીનું જમ્યાન આપશે. આટલી પ્રસ્તાવના કરી મૂળ નિબંધની શરૂઆત કરાય છે. સ્પત્તિસ્થાનનીમા વણિક મહાજનનું ઉત્પત્તિ સ્થાન જૂના ઇડર રાજ્યમાં અને હાલ સાખરકાંઠા જીલ્લામાં મેડાસાની પાસે જયાં હાલ શ્રી દેવમાપરાય (શામળાજી)નું મંદિર છે ત્યાં હતું. તે જગાએ કલ્પગ્રામ અને પાછળથી રાજુદ્ધ નામે નગર હતું. તેની નજીકમાં ઔદુમ્મર ઋષિના આશ્રમ હતા. અયેાધ્યાના સત્યવાદી પુણ્યશ્લાક હરિશ્ચંદ્ર રાજાએ પોતાને પુત્ર પ્રાપ્તિ માટે રાજસૂય યજ્ઞ પેાતાના કુલગુરૂ વિશષ્ઠ ઋષિની સલાહથી શ્રી ઔદુમ્બર ઋષિ પાસે કરાવવા અાધ્યાથી આ આશ્રમે આવવા પ્રયાણ કર્યું". સાથે રાજ્ય કુટુંબ, રાજયસેવક, પ્રજાજના, વેપારીઓ, અને બધાના રક્ષણને માટે લશ્કર વિગેરે લેઇ મોટા દમામલેર આ પત્ર માં આવી મુકામ કર્યાં. ઔદુમ્બર ઋષિને પોતાની ઇચ્છા જણાવી. તે સાથે કુલગુરૂ વશિષ્ઠ ઋષિને આદેશ પણ નિવેદન કર્યાં. ઔદુમ્બર ઋષિએ બહુ ખુશી સાથે પેાતાના શિષ્ય માંથી વિદ્વાન અને કાય કુશળતાવાળા સાળ બ્રાહ્મણાનું વરૂણ (પસંદગી) અથવા
SR No.032630
Book TitleVishanima Vanik Gnatino Itihas
Original Sutra AuthorN/A
AuthorMahasukhram Prannath Shrotriya
PublisherVadilal Mansukhram Parekh
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy